________________
સાધુ અને શ્રાવકને અવશ્ય કરવા લાયક તે આવશ્યક "ગંતો નદી નિસિરૂ |’’ (૧) દિવસના અંતિમ ભાગમાં દેવસિયપ્રતિક્રમણ કરવું. (૨) રાત્રિના અંતિમ ભાગમાં રાઇપ્રતિક્રમણ કરવું.
દેવસિય અને રાઇ પ્રતિક્રમણનો નિયત સમયે “અંતો' શબ્દથી જણાવ્યો છે. તે જ સમયે પ્રતિક્રમણ થવું જોઈએ. કેમકે ઉચિત સમયે કરેલ કાર્યથી નિર્જરા થાય. બીજ વાવવાના સમયે બીજ ન વાવે તો ખેડૂત પરિવારનું પાલન પોષણ બાર માસ કઈ રીતે કરે ? બારે મહિના ભૂખ્યા અને નવરા બેસી રહેવું પડે. આવી જ પરિસ્થિતિ આપણી ક્રિયાઓમાં છે. આપણી ક્રિયાઓમાં ભાવોલ્લાસ કેમ ઉત્પન્ન નથી થતો ? આરાધના, ક્રિયા કરીએ છીએ, પણ વિધિનો ઉપયોગ, બહુમાન નથી. વિધિ છે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ક્રિયા કરવામાં ન આવે તો ઉલ્લાસ કેવી રીતે આવે ? ખેડૂત સમયનું ધ્યાન રાખી બીજ વાવે, તેમ સમયે કરેલી ક્રિયા કર્મને તોડનારી, નિર્જરા કરાવનારી થાય છે. માટે દરેક ક્રિયામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જરૂરી છે. તે ચારેય ઉત્તરોત્તર વધુ મહત્વના છે, ચડિયાતા છે. દ્રવ્યથી ક્ષેત્ર મહાન, ક્ષેત્રથી કાળ અને કાળથી ભાવ શ્રેષ્ઠ છે.
દ્રવ્યઃ ગુરુ, મહારાજા, સ્થાપનાચાર્ય. ઓધો, મુહપત્તિ આસન વગેરે દ્રવ્ય. આ બધું ન હોય તો ક્રિયાઓ પ્રાય: ભાવનું કારણ ન બને.
ક્ષેત્ર : પ્રતિક્રમણ વગેરેની માંડલી તે ક્ષેત્ર. માંડલીમાં પ્રતિક્રમણ કરવાથી ભાવની શુદ્ધિ થાય. એકલા જ પ્રતિક્રમણ કરે તો જેમ તેમ કરે. પ્રમાદ આવે, બેઠાં બેઠાં કરે, પરિણામે ભાવશુદ્ધિ ટકે નહીં. આથી ગુરુ મ. બિરાજમાન હોય, તેની આજુબાજુ માંડલી બનાવીને શિષ્ય પરિવાર ક્રમાનુસાર બેસી પ્રતિક્રમણ કરે, તો ભાવોલ્લાસની વૃદ્ધિ થાય.
કાળ : કાળ સૌથી મહત્ત્વની ચીજ છે. સૂર્ય ડૂબે ત્યારે માંડલા કરે અને સવારે કાજો લેતાં સૂર્યોદય થાય તે રીતે પ્રતિક્રમણ કરે, તે કાળ. સમય કાળ પ્રમાણે પ્રતિક્રમણ કરે, તો કર્મની નિર્જરા થાય. સવારે રાઇ પ્રતિક્રમણ અને પડિલેહણ તથા સાંજે માંડલા અને દેવસી પ્રતિક્રમણ અનંતર ક્રિયા છે. સવારે પ્રતિક્રમણ કર્યા પછી માત્રુ કરવા પણ ન જવાય. તરત પડિલેહણ કરવાનું છે. સંપૂર્ણ પડિલેહણ કર્યા પછી બીજું કાર્ય કરાય.
વાચના-૨૩
રને
ઉપાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org