________________
QUI
=23
आवस्सयस्स समए कज्जं इरियाइयं तेहिं ।।९।। રિયા નિપુણો.../૧૦||
અનંત ઉપકારી પ્રભુના શાસનને શોભાવનાર પૂ. ભાવદેવસૂરિ મ. સંયમજીવનની ચર્યા બતાવી રહ્યા છે. પ્રમાદ એ આત્માનો ભાવદુશ્મન છે. એ નજર સામે રાખીને સાધુ રાત્રિના ચોથા પ્રહરના પ્રારંભે નિદ્રાનો ત્યાગ કરે. રાત્રિના ચાર ભાગ ને ચાર પ્રહર કહેવાય છે. ઉત્થ બે’’ શબ્દથી ચોથા પ્રહરમાં સર્વને જાગવાની આજ્ઞા છે. છતાં જેમની શારીરિક સ્થિતિ સારી ન હોય તેવા ગ્લાન તથા આચાર્ય ભગવંત અપવાદિક કારણસર ચોથા પ્રહરમાં ન જાગે 'નવ નગતિ પચ્છમયા” તો પણ પ્રતિક્રમણ વખતે તો જાગે જ. આજ્ઞાનું બહુમાન કેટલું કામ કરે છે, કે પ્રતિક્રમણને બે ઘડી પહેલાં જાગી જ જાય. જેમ દુન્યવી કાર્ય માટે માણસો કેટલા જાગૃત હોય છે ? ભલે એ માણસો એલાર્મથી કે બીજાના ઉઠાડવાથી જાગે, પણ; અહીં બાહ્ય સાધનની જરૂર નથી. દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા થાય છે. એનો પડદો હટે તો ઇન્દ્રિય-મન જાગે. વાસ્તવમાં આત્મા જાગૃત જ છે, પરંતુ તેને ઔદયિક ભાવનાં આવરણો નડે છે. દર્શનાવરણીયકર્મનો ઉદય મોહનીય કર્મના કારણે છે. આજ્ઞાના પાલનથી તથા પાલનની તત્પરતાથી આ મોહનીય કર્મનો પડદો હટી જાય. મોહનો પડદો હટી જવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, અને આચાર્ય ભગવંત સ્વયં ઊઠી જ જાય. આજ્ઞાપાલનને લક્ષમાં રાખી ચોથા પ્રહરના પ્રારંભે જ સાધુ જાગી ગયા હોય તે કાઉસ્સગ્ગ ચૈત્યવંદન વગેરે કરી સ્વાધ્યાય કરે. આવશ્યક(પ્રતિક્રમણ)નો સમય થાય ત્યારે ગુરુ મ.(આચાર્ય મ.)ની સાથે ઇરિયા વગેરે કરે.
અહીં આવશ્યક એટલે શું ?
વાચના-૨૩
: ૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org