________________
ભાવ : ત્રણ કરતાં વધુ જરૂરી ભાવ છે. પણ ભાવ આવે ક્યાંથી ? (કેવી રીતે ?) દ્રવ્ય જ ન હોય તો ભાવ ક્યાંથી આવે ? વ્યાપારીએ કોઈમાલ ગોદામમાં ભર્યો હોય અને માલ બજારમાં ઓછો હોય, તો ભાવ વધે. અને માલનો સ્ટૉક હોય તો ભાવ ઘટે. માલ (દ્રવ્ય) હોય તો જ ભાવ ઘટે અને વધે તેમ દ્રવ્ય વિના ક્રિયામાં ભાવ આવે જ નહીં દ્રવ્યાદિ હોય તો જ ભાવ આવે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળની જયણાથી મોહનીયના સંસ્કારનો ક્ષયોપશમ થાય. આથી ભાવ આવે.
પણ ભાવ એટલે ?
સંસ્કૃતમાં 'ભૂ' સત્તાર્થે ધાતુ = ક્રિયા જણાવનાર શબ્દ છે. આપણા આત્માનાં બે સ્વરૂપ છે. શુદ્ધ આત્મા અને અશુદ્ધ આત્મા. મોહનીયનો ઉદય જેમાંથી ચાલ્યો જાય તે શુદ્ધઆત્મા.
શુદ્ધ આત્મા બે જાતનો
(૧) ક્ષયોપામિક ભાવનો આત્મા.
(૨) ક્ષાયિક ભાવનો આત્મા.
',
વિશિષ્ટ જાતના ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવે પ્રગટે છે. ‘જિનાજ્ઞા છે માટે આ ક્રિયા કરું છું, એનાથી મારા કર્મબંધ તૂટે છે.'' એનું નામ ભાવ. એ શ્રદ્ધા અધ્યવસાય જ મોહનીયનો ક્ષયોપશમ કરનાર છે. (ક્ષાયિક એ ટોપ પ્રવૃત્તિ છે) ૧૧મે ગુણઠાણે ઉપશમ ભાવ આવે ત્યાં યથાખ્યાત ચારિત્ર છે, પણ તે ઉપશમ ભાવનું છે. નિશ્ચયનય તો એને ક્ષાયિક ભાવ નહીં હોવાથી યથાખ્યાત ચારિત્ર કહે જ નહીં. કેવળજ્ઞાન થયા પછી જ ક્ષાયિકભાવ સાચો છે. સિદ્ધાચલ ઉપર દાદાની પાસે પહોંચ્યા પછી પગથિયાં રહે જ નહીં, તેમ મોહનીય કર્મની ક્ષીણતા થઈ પછી ક્રિયાની જરૂર નહીં. ક્ષાયિક ભાવમાં ક્રિયા નથી. પ્રતિક્રમણ વગેરે ક્રિયા ક્ષાયોપશમિક ભાવમાં છે. આપણી ક્રિયા ઔદયિક ભાવની છે, સંમૂર્ચ્છિમ જેવી હોય છે. રાગ-દ્વેષની પરિણતિ છે, રાગ-દ્વેષના વ્યવહારો ધર્મમાં પણ છૂટતા નથી, અને ધર્મને ડહોળી નાખે છે. માટે મોહનીયના ક્ષયોપશમની જરૂ૨ છે.
પ્રતિક્રમણ વખતે ક્ષયોપશમ ભાવ હોવો જોઈએ. પણ આપણને ઔદિયક ભાવ હોય છે, ચિત્તની સ્થિરતા નથી. ક્રિયા કરવી છે, એટલે જેમ તેમ કરી લેવી. પ્રતિક્રમણમાં સગવડ, ફેસિલિટી, ટેકા, પવન વિગેરે ઔયિક ભાવો જ છે.
વાચના-૨૩
Jain Education International
For Private & Personal Use Only
૧૫૪
www.jainelibrary.org