________________
શવ્યા. આમ, પ્રકામ શયા=પહેલા અને ચોથા પ્રહરે સુવાની પ્રવૃત્તિ રોજ કરે તો તે નિકામ શવ્યા બને. આ પ્રકામ શવ્યા, નિકામ શય્યાથી આલોચના આવે.
સવારે સાધુ રાઇઅ પ્રતિક્રમણ કરે તેનો સમય ક્યો ?
પ્રતિક્રમણ પછી અનંતર તુરત જ પડિલેહણ ચાલુ કરે, તેમાં મુહપત્તિ ઓધો વિગેરે દશ પડિલેહણ થઇ જાય. છેલ્લે દાંડો પડિલેહણ કરીએ ત્યારે બરાબર સૂર્યોદય થાય તે સમયને ધ્યાનમાં રાખી પ્રતિક્રમણની શરૂઆત કરે, અને સાંજે માંડલી પછી તરત જ પ્રતિક્રમણ કરે. (સૂર્ય અડધો ડૂબે ત્યારે માંડલા કરે.) આજે અર્થતંત્ર બગડવાના કારણે તથા શ્રાવકોની બેકાળજીના કારણે પ્રતિક્રમણનો સમય બહુ મોડો થતો જાય છે. માંડલા અને પ્રતિક્રમણ બન્ને કાલાતીત થતા જાય છે. આવા સમયે સાવ ક્રિયાનો માર્ગ લોપાઇ જતો હોય, તો માંડલા સૂર્યાસ્ત સમયે કરવા જેથી નવદીક્ષિતને માર્ગનો ખ્યાલ રહે. પણ આ અપવાદ છે. ઉત્સર્ગમા તો માંડલા પછી તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. મોડું કરે તે અપવાદ છે. આપણે સંયમિત બનીએ તો ગૃહસ્થ વ્યવસ્થિત સમયે આવે જ. ફરક તો પડે જ. ઉત્સર્ગમાં ફાંકું પડ્યું હોય તો એને પૂરવા અપવાદ છે. અપવાદ-ઉત્સર્ગથી નિરપેક્ષ ન જોઈએ. સાપેક્ષ જ જોઈએ.
સાધુને નિદ્રાની મર્યાદાનો અધિકાર ચાલી રહ્યો છે. સર્વજીવો સૂતા હોય ત્યારે સાધુ ભગવંત જાગતા હોય. પહેલા પ્રહરે બધા જાગે. બીજા પ્રહરે ગીતાર્થ સ્થવિર જાગે. ત્રીજો પ્રહરે આચાર્ય જાગે. ચોથો પ્રહરે બધા જાગે, આચાર્ય સૂવે.
આમ આચાર્યને છ કલાકની નિદ્રા હોય. ગીતાર્થને ત્રણ કલાકની નિદ્રા હોય. સર્વ સાધુને છ કલાકની નિદ્રા હોય. ૩ પ્રહરમાં સુવાની જિનાજ્ઞા છે. ઊંઘ ન આવે કે વધુ આવે તો કાંઈક પેટમાં ગરબડ છે એમ સમજાવું. મર્યાદામાં પણ નિદ્રાનો વિપાક ગાઢ ન હોય તો તે પુણ્યશાળી. પોતાને યોગ્ય નિદ્રાનું પ્રમાણ પૂરું થતાં જ જાગી જાય, કેમકે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે.
અરિહંત પરમાત્માની આજ્ઞાને જે પુણ્યવાન આત્મા જાળવી રાખે, એ પુણ્યવાનને સમયની ઓળખાણ આપોઆપ થઈ જાય.
પરમાત્માની આજ્ઞામાં એવું બળ છે કે એલાર્મ વિના પણ જાણી શકાય. ખેડૂતો વાચના-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org