________________
સમજવાની નિશાની છે.
એકેન્દ્રિયમાં પુણ્યનો ક્ષયોપશમ કેમ ?
એકેન્દ્રિયના જીવનમાં દ્રવ્યપુણ્યાઈ નથી, ભાવપુણ્ય છે. ભાવપુણ્યથી આગળ આવે છે. એની પાસે માત્ર કાયયોગ છે. દ્રવ્યપુણ્ય બાંધવામાં કોઈ પણ સાધન નથી. ભગવતીજીના ૩જા શતકના બીજા ઉદ્દેશાની ચોથી ગાથામાં ચતુર્ભગી બતાવી છે.
(૧) થોડું ભોગવે, વધુ બાંધે. (૨) વધુ ભોગવે, થોડું બાંધે. (૩) વધુ ભોગવે, વધુ બાંધે. (૪) થોડું ભોગવે, થોડું બાંધે.
આમાં બીજો ભાંગો એકેન્દ્રિયમાં છે. (વધુ ભોગવે થોડું બાંધે) વેદના વધુ અને બાંધે ઓછું. એકેન્દ્રિયના જીવને ભોગવવાની ઇચ્છા નથી, આ પાપકર્મ માટે ખસેડવા છે એવી કોઈ-ભાવના પણ નથી. ત્યાં છેદન, ભેદન, તપન, બરફ, માટી વગેરેમાં ઘોર પીડા થાય, પરંતુ ત્યાં કાયયોગ સૂક્ષ્મ હોવાથી નવું કર્મ ઓછું બાંધે. એક સાગરોપમથી વધારે કર્મ બાંધે નહીં. ભોગવે વધુ. આવક ઓછી છે તેમાંથી થોડી જમા કરે છે. જેમ મોહનો ઉદય થાય તેમ એકેન્દ્રિયમાં જાય. ભાવપુણ્યથી મોહનીય ઘટે. આથી ધીમે ધીમે ઉંચો આવે. તુંબડા પરની માટી જેમ જેમ પાણીના સંયોગે ઊતરતી જાય, તેમ તેમ તુંબડું ઉપર આવતું જાય. તેમ અકામ નિર્જરાના આધારે ભાવપુણ્યથી મોહનીયના ક્ષયોપશમના આધારે એકેન્દ્રિયમાંથી આગળ આવે. એકેન્દ્રિયમાં અકામ નિર્જરાના આધારે ભાવપુણ્ય વધે છે. જ્યારે અહીં તો આપણને શાસન મળ્યું છે. ઉપયોગ અને લક્ષ્યપૂર્વક મોહનીયના ક્ષયોપશમમાં પ્રવૃત્ત થવાનું છે. સુખશીલતાથી મન મરજી મુજબ ક્રિયા કરે અને સામાચારીનું પાલન ન કરે, તો મોહનીય અને અશાતા વેદનીય કર્મ બંધાય. વેદનીય કર્મને વધારનાર મોહનીય કર્મ છે. સામાન્ય અશાતાના ઉદયને ગ્લાન માની ન લેવાય. જેનો કાયયોગ તદ્દન ક્ષીણ હોય તે ગ્લાન. પણ સામાન્ય માંદગીમાં સામાચારીનું પાલન ઓછું કરે, તો મોહનીય કર્મથી અશાતા વધુ થાય છે. મોહનીય કર્મ વેદનીય કર્મને પત્ર મોકલે. “જા એને પકડ.” અને રાજાના ઓર્ડરથી વેદનીય કર્મ તરત આવીને પકડી લે. મોહનીયના ક્ષયોપશનના આધારે ભાવપુણ્ય વધે, તો ઘોર અશાતા પણ ક્ષીણ થાય. સામાન્ય અશાતાને ગ્લાન માની ચોથા પ્રહરે સૂઈ ન રહેવાય. શાસ્ત્રમર્યાદા પ્રમાણે સૂઈ રહે તો તે આરાધના કહેવાય.
સાધુનો ઉપાશ્રય હંમેશા ખુલ્લો જ હોય. કેમકે રાતે બધા સાધુ ન સૂવે. આચાર્ય-સ્થવિર-ગીતાર્થ સાધુઓને નિદ્રા લેવાની મર્યાદા અલગ અલગ હોય છે.
વાચના-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org