________________
सव्वेमवि पढमजामे, दोन्नि य वसहाण आइभाजामा ।
तइओ होइ गुरुणं चउत्थ सव्वे गुरु सुअइ ॥
અહીં ગીતાર્થ ને સમુદાયના `વસહાળ' વૃષભની ઉપમા આપી છે. ધોરી બળદ ગમે તેટલો પણ ભાર વહન કરે, છતાં થાકે નહીં, એવા ગીતાર્થો હોય છે. તેમની સલાહ થી શાસનનું સમુદાયનું સંચાલન ચાલે છે. આચાર્ય ભગવંત શાસનના કાર્યમાં રત હોય, માટે તેઓ પણ ગીતાર્થની સલાહ લે. આ વ્યક્તિ એના યોગ્ય છે. આ કોના યોગ્ય નથી. આ તપ એને યોગ્ય છે કે નથી ? વગેરે ગીતાર્થ પાસેથી આચાર્ય ભગવંત જાણે છે. માટે ગીતાર્થને વૃષભ જેવા કહ્યા છે. શાસ્ત્રની મર્યાદા છે કે-``સવ્વુવિ પદ્મમ નામે ટોન્નિ’” પ્રથમ પ્રહરે બધા સાધુ જાગે. વય, સ્થવિર, ગીતાર્થ તો બીજા પ્રહરે જાગે. એમનાં આંતરડાં ઢીલાં હોય. આથી ખોરાક પચી ગયો હોય. ઊંઘ પણ સમયે જ આવે. દર્શનાવરણીયનો ઉદય પણ સમયે જ આવે. દરેક કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રયીને ઉદયમાં આવે છે. આપણને જે વધુ અને ગાઢ ઊંઘ આવે છે તે મલ જામી ગયો છે તે કારણ છે. વૈશાખ વદ. જેઠ સુદ, જેઠ વદ આ *ત્રણ જ પક્ષમાં દિવસે સુવાનું વિધાન આયુર્વેદમાં છે. અન્યથા સુવાથી વાયુ-પિત્ત વગેરે બગડે દિવસે સુવું તે આયુર્વેદથી વિરુધ્ધ છે. એશ આરામ હોય ત્યાં પ્રમાદ આવે અને વધુ ઉંધે, તેથી સાધુને રાત્રે સૂવા માટે સંથારો ઉત્તરપટ્ટો જ વાપરવાનો. સંથારા ઉત્તરપટ્ટાથી વધુ વાપરે, તે પ્રકામ=અતિશય શય્યા કહેવાય. આ રીતે સંથારામાં વધારે ઉપકરણનો ઉપયોગ એકવાર કરે તે પ્રકામ શય્યા અને તે વારંવાર વધારે ઉપકરણનો ઉપયોગ કરે, તે નિકામ શય્યા કહેવાય.
ગોચરીના દોષોનું નિવારણ કરવા માટે પગામ સજ્ઝાયનો આલાવો છે. રાત્રે ગોચરીના દોષોનો પ્રશ્ન નથી તો રાઇપ્રતિક્રમણમાં તે આલાવો શા માટે બોલાવો ? ગણધર ભગવંતનાં સૂત્રો મંત્રાક્ષર રૂપ છે. એમાં હીન કે વધુ બોલાય જ નહીં. અન્યથા ``દીનપર સવ્વવર’’ હીનાક્ષર-અધિકાક્ષરનો દોષ લાગે. વળી મોહનીયના સંસ્કારને તોડવા માટે અથવા આગલા દિવસે જ દોષ ગોચરી સંબંધી લાગ્યો હોય, તો તેની વિશેષ શુદ્ધિ માટે સવારે પગામ સજ્ઝાય છે.
સાધુ રાત્રિના પહેલા પ્રહરે સૂવે તો પ્રાયશ્ચિત્ત, ચોથા પ્રહરે સંથારો ન વાલે તો પણ પ્રાયશ્ચિત્ત, કેમકે સંથારો હોય તો સુવાની વૃત્તિ થાય જ, વળી હિંસા થાય. આમ રાત્રિના પહેલા અને ચોથા પ્રહરે ન સૂવાય તો દિવસની વાત જ ક્યાં ? બૃહતકલ્પ ભાષ્યની ગાથામાં છે કે સાધુ દિવસે ન સુવે, પહેલા અને ચોથા પ્રહરમાં સૂવું તે પ્રકામ
૧૪૯
વાચના ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org