________________
જયણા જ કરે છે. જયણા એ ભાવતપની વૃધ્ધિ કરે છે. એકાન્ત સુખ આપનાર છે.
કારણે...લાચારી વિગેરે અવસ્થામાં સેવાતા દોષોમાં જયણા રૂપ જાગૃતિ હોય તો દોષોના સેવનથી પાપ બંધાય, પણ જયણાના કારણે રસ સ્થિતિ ન બંધાય. માત્ર પ્રકૃતિ-પ્રદેશ ભલે બંધાય. જે કર્મબંધમાં આસક્તિ ન ભળે અર્થાત્ અધ્યવસાયની તીવ્રતા ન હોય, તો કર્મબંધ ઢીલો થાય. એમાં વચન-કાયા ભલે ભળે, પણ આત્માનો ઉપયોગ તો ન જ ભળવો જોઈએ. જેમ-જેમ મોહનીય ઢીલું પડતું જશે તેમ-તેમ પ્રકૃતિબંધ પણ ઓછો થતો જાય. આગળ-આગળના ગુણસ્થાનકમાં પ્રકૃતિ ઓછી-ઓછી બંધાય છે. તેનું કારણ મોહનીયની શિથિલતા છે. આજ્ઞા-સામાચારી પાલનની જાગૃતિ હોય તો.. મોહનીય ઢીલું પડ્યા વિના રહે નહીં...આજે જાગૃતિ-ઉપયોગ ભુલાતો જાય છે. મુહપત્તિના ઉપયોગથી બોલીએ તો ૭૦% વાતો બંધ થઈ જાય. પરચર્ચા, નિંદા વિગેરે થાય જ નહીં. આજ્ઞાના અપમાનથી, વાતો કરવાથી, અશાતા વગેરે બાંધે. એમાં દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય વગેરે ભળવાથી સ્થિતિ બંધ વધે. માત્ર આજ્ઞાના પાલનથી જયણાથી સેંકડો પાપથી બચી જવાય છે.
આથી જ “દશવૈકાલિક'માં શäભવસૂરિજી મ.એ વë ઘરે ? É વિષે ? વગેરે છ પ્રશ્નોના જવાબમાં ગયે વરે...૦' વિગેરે કહી જયણાથી ચાલવું, જયણાથી ઊભા રહેવું, બેસવું, સૂવું, જયાથી વાપરવું, જયણાથી બોલવું જેથી પાવ ન વંઘ પાપકર્મ ન બંધાય તેમ કહી સાધુને સર્વ પ્રવૃત્તિ જયણાપૂર્વક કરવાનું જણાવ્યું...આ જયણામાં ખામી આવે એટલે કર્મબંધ ચાલુ...
આચાર્ય ભગવંત વિચારે છે કે-“હું જયણા ચૂક્યો શિષ્યને જીવોની ઉત્પત્તિની વાત મોટેથી કરી તેમાં આટલું બધું પાપ લાગ્યું. પરંતુ હવે આને-આ પાપથી અટકાવાય તો જ તે ઉચિત અને કલ્યાણકારી છે. પરંતુ ધર્મોપદેશ દ્વારા ધર્મી બનાવુ તો પણ આ માછીયો સંપૂર્ણ પાપથી નહીં અટકે. આથી આ માછીમારને પાપથી અટકાવવા આનો એકનો જ નાશ કરવાથી કેટલીય જીવહિંસાનું પાપ બંધ થશે.
એક, ચોથા વ્રત સિવાય- તા સવ્વUપુત્રી સવ્વસેરો ય પવય સ્થિ’એકાંતે કોઇ ચીજનો નિષેધ નથી, તેમ એકાંતે કોઈ ચીજની વિધિ નથી.
સાધ્વીજી દેરાસર ન જાય તો પ્રાયશ્ચિત્ત આવે, પરંતુ; સાધ્વીજી એમ.સી.માં દેરાસર જાય તો તે દોષ માટે છે. કોઈમાં સર્વથા નિષેધ નહીં. કોઇમાં સર્વથા વિધિઆજ્ઞા નહીં. મારે વર્ષ તુતિની આવક અને વ્યય વિચારીને જ્યાં લાભ હોય ત્યાં
વાચના-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org