________________
'પમ વડું મંતે અહીં તમે શું જણાવે છે.
મંગલ; નવકાર સિવાય બીજે ક્યાંય નથી જ. વિરતિ’ અપાવે તે મંગલ.
આવશ્યક નિર્યુક્તિ તથા મહાનિશીથમાં આની વ્યાખ્યા છે. પ્રથમ એટલે પૃથુ, પહોળું, વૃધ્ધિ થયેલું અર્થાત્ નવકાર એ સર્વપાપનો નાશ કરનાર અને સર્વમંગલોમાં વધેલું. વિસ્તાર પામેલું છે. નવકાર સિવાય આ શક્તિ કોઈનામાં નથી જ.
માત્ર શબ્દની ભૂમિકા સુધી લઈ જાય તે જ્ઞાન નથી. આચાર સુધી લઈ જાય તે જ જ્ઞાન છે. પઢમં નાઈ તમો તયા”.
તત: એટલે પછી, જેની પછી ક્રિયા આચાર છે તે જ વિસ્તારવાળું જ્ઞાન છે. જે જ્ઞાનમાંથી દયા, આજ્ઞા, વિનય ન આવે તે જ્ઞાન નથી. જ્ઞાનમાંથી વિરતિ આવે જ.
ઘીના મૂળમાં દૂધ છે. તેમ, જ્ઞાન સાથે વિરતિ જરૂરી છે જ. જગતના જીવોને વિરતિ પમાડે તે જ જ્ઞાન.
ભણીને હોશિયાર થવું. વ્યાખ્યાન આપવાની વૃત્તિ થાય તે જ્ઞાનની કિંમત નથી. આવા જ્ઞાનથી મોહનીયના સંસ્કાર વધે છે. વિરતિ એટલે મોહનીયના ઉદયથી અને કર્મબંધથી અટકે તે જ વિરતિ છે. આવી વિરતિ-સમજણ જ્ઞાનાચારથી આવે છે.
જ્ઞાન કરતાં જ્ઞાનાચારની કિંમત છે. પાંચે આચારનું પાલન કરવાનું છે. તેની શુદ્ધિ કરવાની છે. પંચાચાર તે જ સંયમ છે.
પ્રતિક્રમણ શા માટે ?
પ્રતિક્રમણ એ આવશ્યક છે. આખા જીવનનું લક્ષ્ય ત્યાં નક્કી કરવાનું છે. પંચાચાર ની શુદ્ધિ કરવી તેજ જીવનનું લક્ષ્ય છે. દ્રવ્યપાપ ભલે રતિમાત્ર પણ ન કર્યું હોય તો પણ ભાવપાપ (આજ્ઞાની અવજ્ઞા રુપ) ની શુદ્ધિ કરવાની છે. પંચાચાર રુપ આજ્ઞાના પાલનમાં ખામી આવી હોય તેને દૂર કરવા માટે પ્રતિક્રમણ છે. આજ્ઞા વારંવાર ઘૂંટવાથી જ એનું પાલન થાય. મેલા વસ્ત્રની જેમ. આપણે એકેન્દ્રિય વિગેરે જીવનમાં મોહનું કેટલું બધું જોર વધાર્યું છે ? એને સુધારવા પ્રતિક્રમણ છે. આચાર છે આંખથી પદાર્થો જોવાય. પણ મગજની પાવલી ખસી ગઈ હોય તો જોયેલું શા કામનું ? માટે મગજની જરુર છે. ભગવાનના શાસનની ઉપાદેયતા મનાય તે દર્શનાચાર.
જ્ઞાનાચાર આંખની જગ્યાએ છે.
વાચના-૨૧
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org