________________
quad-22
મારિય સિના... It
અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માના શાસનને શોભાવનારા પૂ. આ.ભાવદેવસૂરિ મ. સાધુની ચર્યાનો અધિકાર જણાવે છે. સાધુ સવારે ઊઠીને પ્રમાદનો પરિહાર કરવા મોહનીયના ક્ષયોપશમમાં ઉપયોગી એવી પરમાત્માની વાણીનો સ્વાધ્યાય કરે. પ્રમાદથી દૂર થવા પંચાચાર એ સાધન છે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું તે આચાર. વીર્યાચાર માટે બાકીના ચાર આચાર છે. પાંચે ય મળીને આચાર બને છે મોહનીયના સંસ્કારોના અવરોધને દૂર કરવા પ્રતિક્રમણ છે. અધ્યવસાયની ડહોળાયેલી ભૂમિકાને સ્થિર કરવા પ્રતિક્રમણ છે.
હવે પ્રતિક્રમણની વિશેષ વિધિ બતાવે છે.
'કાવાર્થનીનદિયો’ આચાર્ય ભગવંત, ગ્લાન વગેરે સાધુ ભગવંત રાત્રિના છેલ્લા યામે. પ્રહરે ન જાગે. આગમમાં તેમણે કારણ વિશેષે ચોથા પ્રહરે સૂઈ રહેવાની અનુજ્ઞા બતાવી છે. શાસનની વાદોર આચાર્ય ભ.ના હાથમાં હોય આથી તેઓને શાસન કાર્ય, દેશનાદિ કાર્ય હોય છે. તેઓ જો શરીરને પુરતો આરામ ન આપે તો કાર્યોમાં અલના થાય, આથી ચોથા પ્રહર માં શરીરને આરામ માટે આચાર્ય સૂઈ જાય અને બધા સાધુ જાગે...
ગ્લાન સાધુ હોય તે પણ ચોથ પ્રહરમાં આરામ કરે. પરંતુ ગ્લાન એટલે શું ? સંસ્કૃતમાં સ્ત્રી ધાતુ ખિન્ન થવાના અર્થમાં છે.
જે રત્નત્રયીની આરાધના ન કરી શકે, ઊભો પણ ન થઈ શકે, બીજા સાધુઓએ જેની સેવા કરવી પડે તે ગ્લાન કહેવાય. માથે કે પેટ દુઃખે તે ગ્લાન ન
વાચના-૨
ATT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org