________________
કહેવાય. તેવા સામાન્ય કારણોએ સૂઈ ન રહેવાય. આ તો એનો પ્રમાદ કહેવાય. વાસ્તવિક રીતે જીવનમાં રહેલી પરવશતા આપણને ખૂંચતી નથી. પ્રમાદ ખેંચે તો જાગૃતિ આવે.
પેટ, માથુ શાનાથી દુ:ખે છે ?
સુશ્રુત સંહિતામાં રોગ થવાનાં ચાર કારણ જણાવ્યાં છે. તેમાં વાતથી, પિત્તથી કે કફ બગડવાથી રોગ થાય તે મટે. ત્રણે પ્રકોપની દવા આયુર્વેદમાં જણાવી છે. તે લેવાથી પ્રકોપ શાંત થઈ જાય. પણ ચોથું કારણ પ્રજ્ઞાપરાધથી થયેલ રોગ જલદી ન મટે. પ્રજ્ઞાપરાધ એટલે ! જાણવા છતાં અપરાધ ગુનો કરે તે પ્રજ્ઞાપરાધ કહેવાય. જાણી જોઇ-દીવો હાથમાં લઈને કૂવામાં પડે, તેમ મોહનીય કર્મને જાણવા છતાં તેમાં ફસાઈ રહે. ખબર છે કે “આમ ખાવાથી આમ રોગ થશે.' છતાં ય સેવન કરે, પોદ્ગલિક ભાવોમાં રમ્યા કરે, એને ખતમ કરનાર કોઈ નથી. પણ હા, ભગવંતના શાસનમાં મોહનીયને ખતમ કરવાના ઉપાય છે. પ્રજ્ઞાપરાધનો ઉપાય તે જ સ્વાધ્યાય. જિનવાણીના ટૂંકાં ટૂંકા પદોના ચિંતનથી મોહનીય દબાય જ. બીજી કોઈ દવા એને લાગુ પડતી નથી. આપણે તો માથું દુખે તોય સૂઈ જઈએ. કારણ આ શરીરને ઓળખ્યું જ નથી, માટે આ સ્થિતિ છે. આ ઔદયિક શરીર રોગોથી ભરેલું જ છે, તેથી તો તેને રોગાયતન'= રોગોનું ઘર કહેવાય છે. તંદુત વેમતિ’ માં એનો અધિકાર = વિષય છે. શરીરનું સંપૂર્ણ વર્ણન તેમાં છે. એક-એક અંગનું વર્ણન છે. આખા ય માનવ-શરીરમાં લોહી કેટલું ? નાડી કેટલી ? નસ કેટલી ? વગેરે અધિકાર જણાવ્યા પછી માથા અને દાઢી-મૂછના વાળ ૯૯ લાખ બતાવ્યા છે. તે સિવાય શરીરમાં ફી કરોડ રૂંવાટી (રોમ) છે. એક એક રોમ ઉપર પોણા બે રોગ છે. આ ૩ ક્રોડ રૂંવાંટીમાં ૫ ક્રોડ ૩૮ લાખ ૬૮ હજારથી પણ વધુ રોગો છે. પુણ્યનો ઉદય છે. અશાતાનો ઉદય નથી, માટે તે બધા શાંત થઈ બેસી રહ્યા છે.
અશાતા વેદનીય કર્મનો ઉદય થાય તો તરત જ તે સળવળે. સનસ્કુમારને ક્ષણમાત્રમાં ૧૬ મહારોગ થયેલા. જેટલા રોગ ઉદયમાં આવે તે પાપકર્મ, અને ઉદયમાં ન આવે એટલી પુણ્યાઈ સમજવી. જ્ઞાનીઓએ 'શરીર રોગ-વિર'' “શરીર એ રોગનું ઘર છે” એમ કહ્યું છે. જે દિવસે પેટ, માથું ન દુ:ખે તે દિવસે વિચારવાનું, આ કોનો પ્રતાપ છે ? દેવગુરુનો પ્રતાપ છે, નવકારનો પ્રભાવ છે, સંયમ અને સમાચારી પાલન કરવાનો પ્રભાવ છે. સામાચારીપાલનથી પાપ કર્મને ખસી જવું પડે છે. મોહનીય કર્મને ખસેડવા સમાચારીનું પાલન કરવાનું છે. તેમાં પ્રમાદ ન ચાલે. પૂર્વભવની આરાધના કે | વાચના-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org