________________
(૧) માંડલીમાં ગુરુમહારાજ હોય તે દ્રવ્યહાજરી અને
(૨) હૈયામાં ગુરુમહારાજને સ્થાપન કરે તે ભાવહાજરી.
સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ તેમ સવારે રાઇ પ્રતિક્રમણ કરતાં પણ પર્યાયક્રમથી બેસે. (ગોમૂત્રિકાક્રમે) આજે ‘જણ જેટલા કણ' જેવી દશા છે. દરેકના ભગવાન (સ્થાપનાચાર્ય) જ જુદા હોય !!! ગુર્વાજ્ઞાથી વિહાર કરી બહારગામ આદિ જાય ત્યારે ગુરુ મ.સા. તે સાધુને ભગવાન (સ્થાપનાચાર્ય) આપે. બાકી બધી જ ક્રિયા ગુરુ મ.સા. ની નિશ્રામાં એકજ સ્થાપનાચાર્યથી ક૨વાની છે. દરેકના ભગવાન જુદા રાખવા તેમાં સ્વચ્છંદવાદ છે. ગુરુ મ.નું અબહુમાન છે. સાંજે પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય ક૨વાનો છે. વાતો કરવી, સૂઇ જવું, તે આજ્ઞા નથી હા, માત્રુ જવું પડે તો જાય પછી સ્વાધ્યાય કરે.
હાલ, જે પ્રતિક્રમણ છે તે *જિતકલ્પની મર્યાદા મુજબ છે. ૧૭મી સદીમાં જીતકલ્પ નક્કી થયો. (૧૭૩૩ની સાલમાં) વિજયપ્રભસૂરિ, માનવિજય મહારાજ, યશોવિજયજી મહારાજ, ઇન્દ્રવિજયજી મહારાજ ચારની કમિટી થઈ. ૩ ।। વર્ષ મહેનત કરી તપાચ્છીય પ્રતિક્રમણ પદ્ધતિ નક્કી કરી. એને સાત ઉપાધ્યાય ભગવંતોએ ચકાસી નક્કી કર્યું, પછી સંઘમાન્ય થયું. તે પૂર્વે પ્રતિક્રમણ ઠાવવાથી માંડીને સામાયિક ચઉવિસો સુધી કહેતા, પછી ઇચ્છામો અણુ. કહી શિષ્ય ગુરુ મહારાજના ચરણોમાં જાય. ગુરુ મ. દરેક સાધુને ``નમો માસમાળ’' કહે પછી ગુરુ મહારાજ પાસે હિતશિક્ષા મેળવે. પ્રતિક્રમણ સાંજે સામૂહિક હોય, સવારે મંદસ્વરે બે બે સાધુ સાથે કરે, અન્યથા પ્રમાદ નિદ્રા આવે જ. માંડલીમાં પ્રતિક્રમણ કરવાથી ભાવનાની શુદ્ધિ થાય. એકલો તો ગમે તેમ કરે. માંડલીમાં બધા આદેશ ગુરુ મહારાજા પાસે જ લે. જ્યાં આદેશ માંગવાના હોય, ત્યાં બહુમાનપૂર્વક લે. ``ગુરુ વિરે હળÇ ોવિ’’ ગુરુ મહારાજનો વિરહ હોય ત્યારે એકલા કરે પણ ગુરુ મ.ની ભાવનિશ્રા તો જોઇએ જ. કદાચ ગુરુ મહારાજ ઊંઘી ગયા હોય તો ય આપણે તો વિવેક ન ચૂકવો. ગુરુ મ.ને આરામમાં અંતરાય ન પડે તે રીતે મંદસ્વરે આદેશ માંગવા. ‘ગુરુ મ. ઊંધે છે આદેશ માંગવાથી
* ઉક્ત જિતકલ્પની મર્યાદા સૂચક હ.લી. પ્રત પૂજ્યશ્રીને રાધનપુરના જ્ઞાન ભંડારમાં દ્રષ્ટિ ગોચર બનેલ જે અત્યારે અમોને મલી શકી નથી. જેઓને આ માહિતીપ્રદ પ્રત મળે તેઓએ અમને જાણ કરવા વિનંતી. પુનઃ હ.લી. ભંડારોના તદશોના કથન પ્રમાણે આવીજ એક પ્રત ખંભાતના ભંડારમાં છે.સંપાદક
વાચના-૨૧
Jain Education International
For Private & Personal Use Only
૧૪૨
www.jainelibrary.org