________________
દૃષ્ટિ જાગૃત હોય, તો આવી વિરાધનાથી બચી શકાય છે.
એકેન્દ્રિય, મોહનીય કર્મની ૧૦૦ સાગરોપમની સ્થિતિ બાંધે, જ્યારે પંચેન્દ્રિય ૭૦ કોડાકોડી સાગરોપમ બાંધે. જ્ઞાન વધે તેમ કર્મબંધ વધ્યો. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરેમાં ભગવાનનું શાસન ક્યાં છે ? છતાં કર્મબંધ ઓછો. સંસી પંચેન્દ્રિય-પણું પામ્યા પછી કર્મબંધની સ્થિતિ વધી છતાં સમ્યગુષ્ટિ શાસન પામેલો આત્મા જ કર્મથી છૂટી શકે. અર્થાત્ જેમ જ્ઞાન વધે તેમ મોહનીય કર્મબંધની સ્થિતિ પણ વધે-જ્ઞાનાચાર આવે એટલે મોહનો સ્થિતિબંધ ઘટે. માટે જ જિનશાસનમાં જ્ઞાનની કિંમત નથી, પણ જ્ઞાનાચારની કિંમત મહત્તા છે. જે જ્ઞાનથી મોહનીય તૂટે, કર્તવ્યનું ભાન થાય. કર્મબંધથી દૂર રહે તે જ જ્ઞાનાચારની કિંમત છે, અન્યથા જ્ઞાન માત્ર બુદ્ધિની કસરત છે. માત્ર જ્ઞાન હોય તો દોષ સેવવામાં કાબેલ બને છે. આવા જ્ઞાન કરતાં જ્ઞાનાચારની જરૂર છે. જ્ઞાન વાપરતાં ન આવડે તો મોહનીયનો ઉદય વધે છે. જ્ઞાન વાપરતાં આવડે તો મોહનીયનો ક્ષયોપશમ કરાવે. આચારને નેવે મૂકીને માત્ર ભણે તે જ્ઞાનની કોઈજ કિંમત નથી. “સામે કૂવો છે' જાણે, છતાં પાછો ન ફરે, તો એ જ્ઞાન શા કામનું ? જે જ્ઞાન પછી પ્રવૃત્તિ ન સુધારે તો જ્ઞાનમાં ધૂળ પડે મોહનીયના સંસ્કારથી બચાવે તે જ જ્ઞાન કહેવાય.
આ માર્ગથી સંસાર ઘટે, આ માર્ગથી વધે -તેવું જણાવે તે જ્ઞાન.
“સુંદર ગોચરી વિગઈપૂર્ણ આહારથી સંસારવૃદ્ધિ થાય” આવો વિચાર સમ્યગુજ્ઞાનથી આવે, માત્ર જ્ઞાનથી આવો વિચાર ન આવે.
આજ્ઞાનો અધિકાર જેને હૈયે નથી, અનાદિના સંસ્કારોએ અધિકાર જમાવ્યો છે. માટે તેના જ્ઞાનને જ્ઞાન ન કહેવાય. જ્ઞાન તેને કહેવાય જે જ્ઞાનાચારમાં લઈ જાય.
પ્રશમરતિ ગ્રંથ'માં જ્ઞાનનું ફળ વિરતિ બતાવ્યું છે. સંસ્કૃત કે વ્યાકરણને જ કેન્દ્રમાં રાખી શબ્દોના અર્થ વગેરે ભણવું તે સ્થૂલાર્થ છે. તમે ના’નો અર્થ પહેલાં જ્ઞાન ભણવાનું પછી ક્રિયા કરવાની એવો અર્થ કરાય છે. પણ ગુરૂચરણોમાં બેસી મોહના ક્ષયોપશમપૂર્વક આનો યથાર્થ સમજવાની જરૂર છે.
‘હરિ' શબ્દના વાંદરો, ઘોડો, કુષ્ણ વગેરે અનેક અર્થ છે. પરંતુ ક્યા પ્રસંગે તેના પ્રયોગ થયો છે તે જોઈને અર્થ કરાય.
પઢને એટલે પ્રથમ આ ‘પ્રથમ’નો અર્થ ગુરુગમથી સમજવાની જરૂર છે.
વાચના-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org