________________
થાયતો
पडिकमइ तहा जहा दस पडिलेहाणतरं सूरो ||८|| मूल प्रतिक्रमणं निर्युक्तौ पंचधोक्तं ...
પરમાત્માના શાસનનું સાધુપણું મેળવ્યા પછી આજ્ઞાપૂર્વક જીવન કેમ જીવવું એનો અધિકાર ‘યતિદિનચર્યા' ગ્રંથમાં જણાવ્યો છે. 'તદ્દનુપ્રતિષ્ણમતિ' કાલગ્રહણ પછી પ્રતિક્રમણ કરવાનો અધિકાર વાચનામાં ચાલુ છે.
આવશ્યક નિર્યુક્તિના ચોથા અધ્યયનમાં પ્રતિક્રમણના બે ભેદ જણાવ્યા છે : (૧) યાવત્કથિત, (૨) ઇત્વરકથિત.
તેમાં...થોડા સમયનું પ્રતિક્રમણ તે ઇત્વરકથિત કહેવાય છે. જેમાં દેવસી-રાઇ વિગેરે પાંચ પ્રતિક્રમણ આવે અને યાવજજીવ સર્વવિરતિ ભક્ત પરિજ્ઞા તે યાવત્કથિત પ્રતિક્રમણ...એમ ‘ઠાણાંગ સૂત્રની વૃત્તિ'માં પણ જણાવેલ છે.
અહીં ઇત્વકથિત પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે : (૧) દેવસી પ્રતિક્રમણ (૨) રાઇ પ્રતિક્રમણ (૩) ૫ક્ષી પ્રતિક્રમણ (૪) ચોમાસી પ્રતિક્રમણ (૫) સંવત્સરિ પ્રતિક્રમણ.
પ્રતિક્રમણમાં માત્ર પાપની શુદ્ધિ નહીં. પંચાચારની શુદ્ધિ પણ છે. આપણી રહેણી-કરણી, ધર્મચર્ચા વગેરે પંચાચારમાં આવી જાય. પંચાચાર તે સાધુજીવનનો પ્રાણ છે. તેની શુદ્ધિ માટે જ પ્રતિક્રમણ છે. તે વાત ``પંચવિહાયાન વિશુધ્ધિક્ષેપ’’ દ્વારા જણાવી છે. ભગવાનની આજ્ઞા વિરુધ્ધ કરવું તે પાપ. તેની શુદ્ધિ માટે પણ પ્રતિક્રમણ છે. વૃત્તિઓને આજ્ઞાની સાથે બાંધી રાખવી તે સંયમ. સંયમમાં સ્થિર રહેવા માટે પંચાચાર છે.
વાચના-૨૧
Jain Education International
For Private & Personal Use Only
930
www.jainelibrary.org