________________
બચાવે જ. એ આચાર્ય ભગવંત ગીતાર્થ હતા માટે આમ કર્યું. ભારે ગંધક વગેરે ખાતાં દર્દીને ન આવડે અને તેનાથી શરીરમાં નુકશાન થાય, તો વેદ્ય તેનું વારણ કરી શકે. આમ શિષ્ય ભૂલ કરે તો ગીતાર્થ ગુરુ વારણ કરે. આવા ગીતાર્થ ભગવંત જ ભૂલનું વારણ કરે. ભૂલની પરંપરા અટકાવવા માટે ગીતાર્થ છે.
શાસ્ત્રની ગમાઓ ગીતાર્થના મગજમાં જ રમતી હોય કે-“કઈ ભૂલ થાય તો શું કરવું?' તે ગીતાર્થતા આગમ-છેદ સૂત્રોના અભ્યાસથી આવે...યોગોદ્વહન કર્યા વિના તે તે આગમિક ગ્રંથોનો અભ્યાસ-પરાવૃત્તિ વગેરે ન થાય. આગમ ભણવા માટે કરાતા યોગોહનમાં કેટલાક યોગમાં કાલગ્રહણ લેવા પડે. આગમિક શ્રુત બે પ્રકાર છે : (૧) કાલિકશ્રુત અને
(૨) ઉત્કાલિકશ્રુત જેનો અધિકાર પક્ખી સૂત્રમાં છે. દ્વાદશાંગીમાં ન હોય એવું એક પણ આગમ નથી. પણ એ અત્યંત વિશાળ અને ગહન છે. માટે, બાળજીવો માટે એમાંથી પૂર્વાચાર્યો એ ઉદ્ધત કર્યા છે.
દિવસના પહેલા-છેલ્લા પ્રહરમાં જ જે ભણી શકાય તે કાલિકશ્રત. તેમાં પણ અસઝાયનો સમય તો છોડવો જ પડે...
અસક્ઝાયનો સમય ક્યો ? (૧) સવારે સૂર્યોદય પહેલા બે ઘડી. *(૨) મધ્યાન્હ ૧૨ થી ૧. (૩) સાંજે સૂર્યાસ્ત પહેલાંની ૧ ઘડી અને સૂર્યાસ્ત પછીની ૧ ઘડી તથા (૪) રાત્રે ૧ર થી ૧
આ ૪ કાળ વખતે જ ન ભણાય, શેષ બધા જ કાલમાં ભણી શકાય તે ઉત્કાલિકશ્રત.
નિશીથસૂત્ર વગેરે કાલિકશ્રુત ભણવા માટે કાલગ્રહણ લેવા પડે.
નિશીથ=રાત્રિ. * મધ્યાન્હ અને મધ્ય રાત્રીની અસક્ઝાય દીવસ અને રાત્રીના મધ્યકાળથી ૧ ઘડી પહેલાં તથા ૧ પડી પછી એમ બે ઘડી સુક્ષ્મ રીતે ગણત્રી થાય એમ પૂજ્યશ્રી જણાવતા હતા. અહીં ૧ર થી ૧ નો સમય બાળ જીવો માટે ઓઘથી છે.
વાચના-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org