________________
=20
Que તિય તુમ માન્યું...૮
યતિદિન ચર્યા' ગ્રંથમાં પૂ.આ.ભાવદેવસૂરિ મ. સવારે ઊઠી સાધુએ ભાષા સમિતિ પૂર્વક સ્વાધ્યાય કરવાની વાત જણાવે છે. પરમાત્માના શાસનમાં મૃત યોગ્યતા અને મર્યાદા અનુસાર મેળવવાનું છે. તે વિUાથે વગેરે આઠ મર્યાદા જાળવવાની છે. તેમાં આગમો ભણવા માટે ચોથી મર્યાદા ઉપધાન = યોગોદ્વહનની છે. મર્યાદારહિત શ્રુત ભણવાથી આરાધનાના બદલે વિરાધના થાય.
ભગવાનના શાસનમાં આરાધનાની મહત્તા કરતાં પણ વિરાધનાથી બચવાની મહત્તા વધુ છે.
આરાધના કરતી વખતે વિરાધનાનો બચાવ ન કરવાથી વિરાધના થાય છે. ષકાયની વિરાધના તથા સાવઘ પ્રવૃત્તિથી બચવું તે વિરાધનાનો ત્યાગ છે. સાવદ્ય પ્રવૃત્તિ એટલે ? મોહનીયના સંસ્કારને વશ થઈ જે પ્રવૃત્તિ થાય તે સાવધ પ્રવૃત્તિ.
પ્રતિક્રમણ પણ સ્વચ્છેદ ભાવથી થાય તો એ સાવદ્ય બને આથી પ્રતિક્રમણ પણ જયણાથી કરવું. આશ્રવના કારોમાં ઘટાડો થાય તે જ સંયમ. તે ઘટાડો ક્યારે થાય ?
આજ્ઞાઓનો અમલ કરવાથી આશ્રવોનો ઘટાડો થાય.
આપણા = સાધુના, ઉઠાડવાના નિમિત્તે ગૃહસ્થ હિંસા કરે. માટે ગૃહસ્થને ન ઉઠાડાય. ભલે તે સુવાથી દેખીતી રીતે પ્રમાદ કરે છે, તો પણ આપણે ન ઉઠાડાય.
જાગવાથી પ્રમાદનો ત્યાગ થાય, પણ તે પ્રમાદનો ત્યાગ ફળીભૂત થયેલો ક્યારે ગણાય ? જો આશ્રવ = કર્મબંધથી પાછા ફરે, તો જ તે ત્યાગ સફળ બને. પરંતુ + વાચના-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org