________________
પ્રવૃત્તિ કરે. તેમાં થોડી હિંસા હોય અને વધુ લાભ હોય તો તે પ્રવૃત્તિ બળતા હૃદયે કરે.
આમ વિચારી ઉત્સર્ગ-અપવાદમાર્ગના જાણકાર તે આચાર્ય ભગવંતે તેને પૂછ્યું, “ભાઇ ! આ ઔષધ તે કોઈને બતાવ્યું છે ?' માછીમારે કહ્યું “ના...આ તો કોઈને પણ કેમ બતાવું? બિલકુલ ગુપ્ત છે.” ત્યારે આચાર્ય મહારાજે કહ્યું: “બહુ સારૂં કર્યું. આનાથી તને ઘણું પાપ અને થોડો જ લાભ થાય છે. હવે તેને બીજું ઔષધ બતાવું, તેનાથી સુવર્ણ પુરૂષ સિધ્ધ થશે. તેનાથી જોઈએ તેટલું સોનું મેળવી શકીશ.” આચાર્ય ભગવંતનું આ વચન સાંભળી તે લોભીએ તે ઓષધિની માગણી કરી. આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ ! અત્યંત ગુપ્ત છે. કોઈને ખબર ન પડે તેમ એકાન્તમાં ઘરનો ઓરડો બંધ કરી, અમુક સમયે આ ઔષધ પાણીથી ભરેલા કુંડમાં નાખીશ એટલે થોડી જ વારમાં સંમૂરિષ્ઠમ સુવર્ણ પુરુષ પ્રગટ થશે...” તેણે પણ સોનાના લોભથી તે જ વિધિ પ્રમાણે પાણીનો મોટો કુંડ બનાવી ઔષધિ નાંખી. થોડી જ ક્ષણોમાં સંમૂર્છાિમ વાઘ થયો, એને ખાઈ ગયો અને વાઘ પણ મરી ગયો. આચાર્ય ભગવંત પોતે આલોચના કરી, શિષ્યને પણ આલોચના કરાવી, શુદ્ધ થઈ સદ્ગતિમાં ગયા.
આરાધક આત્માએ આ પ્રસંગને નજર સમક્ષ રાખી ભાષાસમિતિનું સતત પાલન કરવું. તેમાં ય રાત્રે બોલવાનો પ્રસંગ હોય તો મંદસ્વરે જ બોલવું, મોટા અવાજે ન બોલવું...પ્રાતઃકાલે મંદસ્વરે જયણાપૂર્વક સ્વાધ્યાય કરવાનું વિધાન જણાવ્યા બાદ હવે...સાધુ શું કરે...? તે અધિકાર આગળ વિચારીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org