________________
રાત્રે સાધુને જે ભણાવાય તે 'નિશીથ સૂત્ર” કહેવાય.
અત્યંત ગોપનીય તે મહાનિશીથ સૂત્ર. જે સાધુ વગર કારણે અપવાદ સેવે તેમાં નથી, મોહનીય કર્મ જેનું પાતળું પડ્યું હોય તેને જ નિશીથ વગેરે છેદસૂત્ર ભણાવાયા
તારા-નક્ષત્ર જોઈ સમયનું માપ કરી કાનમાં જે ભણાવે તે નિશીથ સૂત્ર નિશીથ સૂત્ર જેવા કાલિક સૂત્રો ભણવા પ્રભાત સમયે કાલગ્રહણ લેવું પડે. કાલગ્રહણ જઘન્યથી બે જણ લે.
કાલગ્રહણ એટલે ? કાલનું ગ્રહણ કરવું તે.
શાસ્ત્રીય રીતે એક જ કાલગ્રહણ લેવાય. (હાલ ૪-૪ લેવાય છે, કેમકે ૧ કાલગ્રહણમાં ૧૦૦ ખમાસમણાં હોય, તે વિધિપૂર્વક દેવા જોઈએ. અન્યથા (વેઠ ઉતારવાથી) મોહનીય ન તૂટે.
આજે ગુરુપરતંત્રતાનો ખૂબ ઘટાડો થયો છે. વળી ચોપડી થવાથી શ્રુતજ્ઞાનની ઉપાસના, વિનય વગેરે ઘટી ગયું. સ્તવન, સઝાય વિગેરે પણ જ્ઞાન જ હોવાથી તેમાં કાલે, વિણાએ વગેરે આચારો જાળવવા જરૂરી છે. જ્ઞાન મેળવતાં પહેલાં વિનયના પ્રતિક રૂપ વંદન કરી પાઠ લેવાય. સ્તવન સઝાય આદિ નો પણ વંદન કરી પાઠલેવો.
કાલગ્રહણમાં વિનયની મર્યાદા છે. તે પ્રભાત કાલે ગ્રહણ કરવાનું છે. સૂર્યોદય પહેલાંની ૪ ઘડી તે પ્રભાત.
સૂર્યોદય પહેલાંની ૨ ઘડી તે વિહાણું-વ્હાણું કહેવાય તે વ્હાણું થાય, પછી પ્રતિક્રમણ કરે. આથી સમય થતાં પ્રતિલેખન થાય. પ્રતિક્રમણ અને પ્રતિલેખન એ અનંતર ક્રિયા છે.
પ્રભાત કાલે કાલગ્રહણ કરે પછી તેનું તરત પ્રતિક્રમણ આદરે. મુહપત્તિ -રજોહરણ વિગેરે પાંચવાનાનું પડિલેહણ કરે. અને કાંમળી-કાંમળીનો કપડો, કપડો સંથારો, ઉત્તરપટ્ટો એ પાંચનું પડિલેહણ કરવું.
આમ દશ વસ્ત્ર પડિલેહણ કરે ત્યારે સૂર્યોદય થાય. એ રીતે પ્રતિક્રમણનો પ્રારંભ કરે. એ પ્રતિક્રમણના કેટલા ભેદ ? પ્રતિક્રમણનો હેતુ શો ? વગેરે અધિકાર આગળ વિચારીશું.
વાચના-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org