________________
પંચાચાર એટલે શું ?
પરમાત્માની આજ્ઞા પ્રમાણે અનાદિકાળના મોહના સંસ્કારોમાંથી આપણા આત્માને પાછો વાળવો. તે પંચાચાર. પંચાચાર તે પાંચ આચાર નથી, પણ પાંચે ય મળીને થાય તે આચાર કહેવાય. આચારને જીવનમાં ઉતારવા આ પાંચ એમાં અવાન્તર સાધનો છે. કર્મ ઉદયામત ન થાય તે માટે જ્ઞાનીઓએ પંચાચાર બતાવ્યો. વાસ્તવિક તો વીર્યાચાર જ છે. આજ્ઞાને અમલમાં મૂકવા વિર્ય ફોરવવું. તે માટે જ્ઞાનાચારાદિ ચાર આચાર છે.
આચાર એટલે ? આચાર” શબ્દમાં H + ર ધાતુ છે. 3 = મર્યાદા, વર = ચાલવું,
અર્થાત્ ' જ્ઞાનીની મર્યાદા પ્રમાણે ચાલવું. ભૌતિક પદાર્થોથી પર થવું. અને આજ્ઞાના માર્ગમાં ચાલવું તે આચાર આપણી વૃત્તિઓને પરમાત્માની આજ્ઞા પ્રમાણે કરવી, આજ્ઞા પ્રમાણે ચલાવવી તે ચારિત્ર-સંયમ એમાં પંચાચાર છે.
આજ્ઞા જાણે તે – જ્ઞાનાચાર આજ્ઞા માને તે – દર્શનાચાર આજ્ઞા અમલમાં મૂકે તે – ચારિત્રાચાર મોહનીયના સંસ્કારથી અળગાં રહે છે. તપાચાર આ ચારે આજ્ઞા પ્રમાણે કરે તે વીચાર
આચારને મેળવવા આ પાંચ પગથિયાં છે. શરીરમાં હાર્ટ, આંખ વગેરે મહત્ત્વના છે. આંખથી સન્માર્ગનું દર્શન થાય પછી અમાર્ગથી બચાય તો દર્શન સફળ, તેમ જ્ઞાનમાત્ર શબ્દનું જ નહી, પણ જે જ્ઞાનથી કર્તવ્યનિષ્ઠાનો વિકાસ થાય તેજ જ્ઞાન છે. અન્ય દર્શનવાળા જ્ઞાનને મહત્ત્વ આપે છે. પરંતુ જિનશાસનમાં એની ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી. જે જ્ઞાન આચારમાં ન લઈ જાય તે જ્ઞાન, જ્ઞાન નથી. તેમાં કાલાદિની મર્યાદા હોવી જરૂરી છે. જ્ઞાનાચાર દ્વારા જ મોહનીયના સંસ્કારથી છૂટવાની સમજ આવે છે. જે જ્ઞાન કર્મબંધથી છોડાવે તે જ્ઞાનાચારજ્ઞાનાચાર એટલે પરિણત જ્ઞાન. જ્ઞાન શ્રેષ્ઠ છે, માટે જ જ્ઞાન પ્રથમ કહ્યું, પછી દયા જણાવી. દરેક વનસ્પતિ, પાણી વગેરેમાં જીવો છે. તે સર્વને આત્મભાવથી જુએ. કાંટો વાગવાથી આપણને જે વેદના થાય, તેવી અનંતી વેદના માત્ર આપણાં કપડાંના સંઘટ્ટાથી એમને થાય છે. આત્મભાવની
વચિના-૨૧
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org