________________
નાંખીએ તો શું થાય ? અગ્નિ વધુ ને વધુ બળે, તેમ વધુ ને વધુ ઇચ્છા પેદા થાય.
ઇચ્છાઓને રોકવા આતાપના લે. સુકુમાલપણાનો ત્યાગ તે જ ઇચ્છાઓને રોકવાનો રામબાણ ઉપાય છે.
મોહનીયની ઉદીરણા ન થાય તેની કાળજી રાખવી. કેમકે તે ભાવપાપ છે. તે માટે અજાણતા પણ દ્રવ્યપાપ થઈ જાય તો પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત વડે દૂર કરવું. અન્યથા. તે ભાવપાપમાં પરિણમે.
માછીમારની વાત સાંભળી પૂજ્યશ્રી પશ્ચાત્તાપ કરે છે. “હે અરિહંત પરમાત્મા ! વિસ્મરણથી થયેલ પ્રમાદના કારણે; થોડા જ વચનના અસંવરથી વિરાધનાની પરંપરા વધી, મને કેટલું પાપ લાગ્યું ? બૃહત્કલ્પમાં છે કે સામાન્ય સાધુ કરતાં પદસ્થને વધુ પાપ લાગે. વ્યવહારમાં પણ કહેવત છે કે “મોભને માથે બે ખીલી” ! મોટોને વધુ દોષ ૧૦ ગણું ૧00 ગણું, ૧૦૦૦ ગણું પ્રાયશ્ચિત્ત આવે. સ્મૃતિચૂકથી આ ભૂલ થઇ. પરંતુ વ્યવહારમાં છે કે નાની કાંકરી મોટી ગોળીને ફોડી નાંખે, તેમ અનુપયોગથી થયેલ નાની ભૂલના કારણે કેટલાં બધાં પાપની પરંપરા ઊભી થઈ ? વળી એણે એના પુત્રને કે અન્યને જો આ વિધિ બતાવી હશે તો ? મને કેટલું બધું પાપ લાગ્યું હશે ? પાપની અતિ લાંબી તીવ્રતર પરંપરા ચાલશે...આથી જે શાસ્ત્રમાં કહ્યું છે તે સત્ય જ છે કે, “અગ્નિનું સેવન, વિષનું સેવન સારું, સર્પની સાથે રહેવું સારું પણ પ્રમાદનું સેવન ભયંકર છે.” આથી મોહોપાર્જન થાય ને સંસારમાં ભ્રમણ વધે છે.
જયણા ધર્મની માતા છે. યતના જ ધર્મનું પાલન કરે છે. જયણા જ ધર્મની વૃદ્ધિ કરનાર છે. એકાંતે સુખ આપનારી જયણા જ છે.
આથી જયણાના વિવેકપૂર્વક જ દરેક કાર્ય કરવું. વિવેક એટલે ? ગુણદોષનો વિચાર તે વિવેક. મોહનીયનો ઘટાડો યા આજ્ઞાનું બહુમાન તે વિવેક. આજ્ઞાનું બહુમાન હોય તો જયણાથી ધર્મનું પાલન થાય.
જયણારહિત સ્વાધ્યાયથી આજે દોષોની પરંપરા થઈ. માટે જ શાસનમાં જયણા પ્રધાન છે. MUાય ઘમ્મMUTળી’ જયણાની વૃત્તિ આત્મામાં ધર્મતત્ત્વને જન્મ આપે છે. જાગૃત થયેલા ધર્મને ટકાવી રાખી પાલન પોષણ કરવાનું કામ પણ
વાચના-૧૯
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org