________________
સાઉMોય = પાણી ભરવાવાળા.
કણબી, કુકર્મરક્ત=પારધી વગેરે ચોર-માળી, પરપુરુષમાં લંપટ સ્ત્રી વગેરે જાગે નહીં તેમ જયણાપૂર્વક સાધુ જાગે અને સ્વાધ્યાય આરાધના વગેરે કરે...
“વ્યવહાર સૂત્ર'માં ગૃહસ્થને સાધુના ઉપાશ્રયમાં સુવાની મનાઈ છે. અન્યથા એ જલ્દી ઉઠીને આરંભાદિ કરે તો તેનું નિમિત્ત સાધુ બની જાય. ઓઘનિયુક્તિમાં પણ આનું વિવરણ છે.
માટે જ શ્રી નિશીથસૂત્ર'માં છે કે ગીતાર્થ ભગવંતે કદી મોટા હોલ, ધર્મશાળામાં ન સૂવાય ત્યાં મુસાફર કે ગૃહસ્થ આવે તો ખૂબ વિરાધના કરે. અંધારામાં આપણો પગ મુસાફર કે ગૃહસ્થને લાગે તો- સાધુએ મને માર્યો'- અંધારામાં આમ હીલના કરે. માટે ગૃહસ્થ મુસાફર હોય ત્યાં સાધુ ન ઊતરે. સાધુને રાત્રે ભણવાનું હોય કે સ્વાધ્યાય કરવાનો હોય ત્યારે જયણાપૂર્વક ભણે કે સ્વાધ્યાય કરે...જયણાનો ઉપયોગ ન રાખે તો વિરાધના થવાનો સંભવ છે.
એક આચાર્ય ભગવંત એક ગામમાં રાત્રે પૂર્વગત જીવાધ્યયન શિષ્યને ભણાવે. રાત્રે ૪થા પ્રહરે આવૃત્તિ કરાવે છે. કઈ વનસ્પતિનું મિશ્રણ થવાથી કયા જીવો ઉત્પન્ન થાય, તે મંદસ્વરે આવૃત્તિ કરે છે. ત્યારે એક શિષ્ય અનુપયોગથી ગુરુ મહારાજને મોટા સ્વરે પૂછયું : “હે ભગવંત ! આ આગમમાં અમુક વનસ્પતિનાં પાંદડાનાં યોગથી પાણીમાં માછલાં થાય તે વાત છે. તે વૃક્ષનું લોકભાષામાં શું નામ ?” એ જ વખતે ત્યાં પાડોશમાં મચ્છીમાર હતો...ગુરુ મહારાજ પણ ઉપયોગ ચૂકી ગયા અને મોટેથી તે નામ બોલી ગયા. બાજુમાં રહેતા માછીમાર સાંભળીને તે જ પ્રમાણે કર્યું. અનેક માછલાંનું ઉત્પાદન કર્યું. રોજ આ રીતે કરતાં તે માછીમાર શ્રીમંત-વિલાસી બની ગયો. અસંખ્ય માછલાં વેચી નવું મહેલ જેવું રહેઠાણ બનાવી વૈભવ-વિલાસ ભોગવવા લાગ્યો...કાલક્રમે આચાર્ય મહારાજ વિહાર કરી ફરી ત્યાં પધાર્યા. માછીમારને ખબર પડી કે આ તે જ આચાર્ય મહારાજ છે, તેથી તેમની પાસે આવી આચાર્ય મહારાજના ચરણોમાં સુવર્ણ-રત્નની પોટલી મૂકીને કહ્યું: “ભગવંત ! આપના પ્રસાદથી હું ધનવાન થયો છું. આને ગ્રહણ કરો, જેથી મને સમાધિ થાય હું ઋણમુક્ત બને”. આચાર્ય મહારાજાએ કહ્યું,: “ભાઈ ! અમે તો મમત્વરીત નિગ્રંથ છીએ. બધું જ છોડી દીધેલું છે. અમારે ધનની શી જરૂર છે ?” એમ ધનની નિરર્થકતા બતાવી-અને વાતની ખાતરી-સ્પષ્ટતા ખાતર પૂછ્યું કે “અમારા પ્રસાદથી=કૃપાથી તને ધન કેવી રીતે
વાચના-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org