________________
ઘમ્મી નાગરિયા પુનો...૦||૧|
પૂ.આ.શ્રી ભાવદેવસૂરિ મ.એ આગમ ગ્રંથોનું મંથન કરી સાધુ જીવનના દૈનિક આચારો ‘યતિદિનચર્યા' ગ્રંથમાં સંગૃહીત કર્યા છે. તેની વિચારણામાં પ્રાતઃકાલના સ્વાધ્યાયનો અધિકાર ચાલી રહ્યો છે...
ચા=૧૯
સાધુએ સ્વાધ્યાય કરીને મોહના સંસ્કાર ઘટાડવાના છે. સંયમનો આધારબિંદુ મોહનીયના સંસ્કારને ઘટાડવાનો છે. અર્થાત્ વૃત્તિઓને મોહના સંસ્કારથી બચાવી આજ્ઞામાં જોડવી તે જ સંયમ. માટે જ પરમાત્માએ ગોચરી, દર્શન, માત્રુ વગેરેની સામાચારી બનાવી છે.
ઓધો ક્યારે કેમ રાખવો તેની વિધિ ‘નિશીથસૂત્ર'માં બતાવી છે. મુહપત્તિને નાભિથી નીચેના ભાગે અડાડાય નહીં. કેમકે નાભિથી નીચેનાં અંગો અશુભ છે. ઓધાને ચોલપટ્ટાને, સાડાને નાભિથી ઉપરના ભાગે અડાડાય નહીં. કેમકે ઓઘો પૂજવા પ્રમાર્જવામાં નીચે જમીન ઉપર પણ સ્પર્શતો હોય છે. નાભિથી ઉપરના અંગો શુભ હોય છે, માટે ત્યાં એને અડાડવાથી ‘ઉઘટ્ટા’નો દોષ લાગે. વળી જિનાજ્ઞા પણ નથી.
જિનાજ્ઞાપૂર્વક દરેક પ્રવૃત્તિ ક૨વાથી મોહનીયનો ઘટાડો થાય. મોહનીયના ઘટાડાથી ‘બાર માસના પર્યાયથી પ્રગટ થતું સાધુનું અંતરસુખ અનુત્તર વિમાની દેવ કરતાં પણ વધી જાય છે.' મોહનીયને ઘટાડવાના આશયપૂર્વક સામાચારીની આજ્ઞા પૂર્વક પ્રવૃત્તિ કરવાથી આ સુખ મળે છે.
વકીલની ડાયરીમાં દરેક કાર્યની નોંધ હોય તેમ, સાધુની ચર્યા વ્યવસ્થિત હોય.
વાચના-૧૯
Jain Education International
For Private & Personal Use Only
૧૨૬
www.jainelibrary.org