________________
દરેક ક્રિયા બાહ્ય છે. પણ એથી તો પુણ્યબંધ થાય. એમાં અંતરંગ ક્રિયા-સ્વાધ્યાય ભળે તો જ નિર્જરા થાય.
જ
કરાતી ક્રિયા નિર્જરા ક્યારે કરાવે ?
જો તે ક્રિયા આત્મલક્ષી બને તો નિર્જરા કરાવે.
આત્મલક્ષી ક્યારે બનાય ?
જિનવાણીના રટણથી આત્મલક્ષી બનાય. આથી પ્રમાદ રહિત પણે સ્વાધ્યાય કરતા રહેવું. કદાચ આગમિક જ્ઞાન ન હોય તો મૈત્યાદિ ભાવનાનું ચિંતન ક૨વું પણ પ્રમાદ ન કરવો.
પ્રમાદ બે પ્રકારનો : (૧) દ્રવ્યપ્રમાદ અને (૨) ભાવપ્રમાદ.
દ્રવ્યપ્રમાદ-દર્શનાવરણીયના ઉદયથી થાય.
ભાવપ્રમાદ-મોહનીયના ઉદયથી થાય.
સ્વચ્છંદભાવથી થતી પ્રવૃત્તિ એ મોહનીય કર્મનો ઉદય છે. આથી દરેક ક્રિયા ગુર્વાજ્ઞા મુજબ કરવાથી સ્વચ્છંદ ભાવ ન પોષાય. પ્રભાતે સ્વાધ્યાય કરવાનો, પરંતુ કેવી રીતે ? તેનું ધ્યાન રાખવું.
મંદ સ્વરે જયણાપૂર્વક સ્વાધ્યાય કરવાની આજ્ઞા સામાચારી છે. તેના બદલે સવારના પહોરમાં ખળભળાટ કરીએ તો આરંભ-સમારંભના કરાવણ અનુમોદનનો દોષ લાગે છે. આથી સાધુ બધી જ આરાધના જયણાપૂર્વક કરે. જેથી પોતાના નિમિત્તે કોઈ જાગે નહીં.
કહ્યો ?
અહીં ટીકાકાર શ્રી મતિસાગરસૂરિ મ.એ સાધુને `રિષ્ટાત્મા’=‘ગરિષ્ઠ' કેમ
સાધુના હૈયે સદાય આજ્ઞા વસેલી હોય માટે ગરિષ્ટ=ભારે હોય, પછી એને મોહનીય કર્મનો પવન ઉડાવી શકે નહીં. આવો આજ્ઞાથી ગરિષ્ટ=સંયમી સાધુ - ખદ પાળિયા ન નાંતિ' પાપજીવો = ગરોળી, કાગડા, ધાંચી, કુંભાર વિગેરે જીવો જાગૃત ન થાય તેમ ઊઠે. કેમકે -'સમ્માન સુત્તયા સેયા’ અધર્મી = પાપી સૂતા જ સારા, જેથી પાપ પ્રવૃત્તિથી અટકે. સાધુ ઊઠ્યા પછી પણ ઇરિયાવહિયા વગેરે સર્વાં સળિય મન્તિ ખયાર્′ ધીમે-ધીમે જયણાથી બોલે જેથી ગરોળી, કાગડા વિગેરે પાપીષ્ઠાત્માઓ જાગી ન જાય.
વાચના-૧૯
Jain Education International
For Private & Personal Use Only
૧૨૭
www.jainelibrary.org