________________
મળ્યું?” અને માછીમારે પેલી રાત્રિવાળી સર્વ બીના જણાવી.
માછીમારની વાત સાંભળતાં જ પાપભીરુ આચાર્ય મ.ના મનમાં પ્રાસકો પડ્યો...!!! “ઓ ! વીતરાગ પરમાત્મા ! ભૂલથી થયેલા પ્રમાદમાં વચનયોગનો સામાન્ય અસંવર થતાં કેટલું મોટું પાપ ઉભું થઇ ગયું ? હવે..આ પાપની આલોચના કેવી રીતે કરવી ? કેવી રીતે હું આ પાપમાંથી છૂટીશ ?”
દ્રવ્યપાપની આલોચના હોય, ભાવપાપની આલોચના હોય, પણ એથી શુદ્ધિ થાય જ એવું નહીં. મોહનીય કર્મ તે ભાવપાપ છે, ભાવ પાપમાં તીવ્ર રસ પડ્યો હોય આનંદ થયો હોય તો...નિબિડ-નિકાચિત કર્મ બંધાય, ભોગવવું પડે.
પકાયની વિરાધનાથી બચવાનો ભાવ ન હોય, દ્રવ્યપાપથી બચવાની વૃત્તિ ન હોય તો ભાવપાપ જલદી વળગી જાય. આજે સાધુ-સાધ્વી બેટરીવાળી ઘડિયાળો વાપરે છે. આથી તેઉકાયની વિરાધના થાય છે.
દ્રવ્યપાપને ઓળખી સંયમની મર્યાદામાં રહેવું અને ભાવપાપથી બચવું, એ સાધુનું લક્ષ્ય હોવું જોઇએ. બેટરીવાલી ઘડિયાળો ભાવપાપ=મોહનીયનો ઉદય કરે છે.
ભગવાનની આજ્ઞાની સાંકળ પકડી ધીમે-ધીમે ઉપર ચડે તે જ સંયમ છે. ઓઘાના પાટામાં ફેશન, દોરામાં રંગીન કલરો એ વગેરે ભાવપાપ છે. આ લકઝરી ટાઇપનું જોર વધવાથી, મૂળ સંયમ ગૌણ થવાથી, સાધુપણુ નિઃસાર, ફોતરા જેવું થઈ જાય છે. શોભા, ટાપટીપ વગેરે કરવા તે ભાવપાપ છે.
સ્વચ્છેદવૃત્તિને કાબૂમાં લાવવી તે પણ આતાપના.
લાલમુખનું માકડું ખૂબ જ ચંચળ હોય, પણ બંધનમાં રાખવાથી એ કંટ્રોલમાં આવે. મનમાં ભલે ગોટાળા થાય, પણ લોખંડની સાંકળરૂપી પચ્ચકખાણ લઈ લેવા.
અનંત ગુણનો માલિક આત્મા મન પર કૂદે છે. આને આર્તધ્યાન કહેવાય. મનરૂપી ઊંટ ભલે ગાંગર્યા કરે, પણ આજ્ઞાનું પાલન કરવાથી એનાં તોફાનો બંધ થાય છે.
ઇચ્છાઓને આજ્ઞા મુજબ રોકે તે આતાપના. જે ઇચ્છા થાય તેના પચ્ચક્ખાણ કરવા તે ભાવ આતાપના.
ઇચ્છારૂપી અગ્નિને બળતણ ન મળવાથી શાંત થાય, પણ તે અગ્નિમાં ઘાસ નાંખો તો એ વધુ ને વધુ બળે. આપણને ઇચ્છા થાય તેમાં ઘાસ, કેરોસીન, પેટ્રોલ
વાચના-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org