________________
આજ્ઞાની અવજ્ઞાનો ભાવ તે જ અનાદ૨ છે.
દ્રવ્યજાગૃતિ હોય તો જ ભાવજાગૃતિ ટકે અને ભાવજાગૃતિ હોય તો જ સ્વાધ્યાય થાય. કેમકે ભાવજાગૃતિ એ સ્વાધ્યાયનું કારણ છે અને એનું (ભાવજાગૃતિનું) કારણ દ્રવ્ય જાગૃતિ છે. આથી જ કહ્યું છે કે ``સુવર્ સુવતસ્સ સુગં'' અર્થાત્ ઊંઘતા માણસનું શ્રુતજ્ઞાન ઊંઘી જાય છે.
કદાચ, ગુર્વાજ્ઞાથી સ્વાધ્યાય ક૨વા બેસે, પણ ભૂલી જાય, મન ન લાગે.
``સંયિ-ધ્વતિયં મને’’ આમ છે કે આમ-એમ શંકા કર્યા કરે, વળી સ્ખલના પામે. વારંવાર આમ થવાથી કંટાળે-છેવટે સ્વાધ્યાય છોડી દે. આમ ભાવથી પ્રમત્ત બને. સાધુ દ્રવ્ય અને ભાવથી જાગૃત હોય. અપ્રમત્ત બની સ્વાધ્યાયમાં રત હોય, તેને `વિર પરિશ્વિયં સુગં’′ શ્રુત પોતાના નામની જેમ સુપરિચિત હોય. બધું જ કંઠસ્થ હોય, ક્યારેય ભૂલે નહિ. ઊંઘમાંથી ઉઠાડી અચાનક બોલાવો તો પણ નિઃશંકપણે કડકડાટ બોલે.
કાશીના પંડિતો ચોટલીને દોરડા સાથે બાંધી અપ્રમત્ત બને. સ્વાધ્યાય કરતાં સાધુને દર્શનાવરણીય કર્મ હેરાન કરે, તો ગુરુ મહારાજ પાસે જાય. એથી તેઓ તેના નિવારણનો ઉપાય બતાવે. ઉચ્ચારથી-માટેથી બોલવા કહે. કોઈને અન્ય સાધુ પાસે સંભળાવવાનું કહે. આમ ગુરુ મહારાજ સૌનાં મોહનીયના ક્ષયોપશમની ભૂમિકા જાણી શકે.
ષોડશકજીમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ જેના અધિકારી હોય તે વ્યક્તિને તે તે જ વસ્તુ અપાય, કેમકે સાધનો અધિકારીને આધીન છે. આવા સમયે ગુરુ મહારાજને પૂછવાની ઉપેક્ષા ન જ કરાય. તેઓ દ્વારા યોગ્ય માર્ગ મેળવાય. પરમાત્માના શાસનમાં ગીતાર્થ-ગુરુ મ.નું સ્થાન કેટલું મહત્ત્વનું છે ? વર્તમાનમાં ગીતાર્થોની મર્યાદા પર શાસન ચાલે છે. આજની જોગની, પ્રતિક્રમણ વગેરેની ક્રિયા આગમગમ્ય નથી. પણ જિતકલ્પની મર્યાદા મુજબ છે. હાલ પાંચ વ્યવહારમાંથી ચાર વ્યવહાર વિચ્છેદ જતાં જિતકલ્પ મુજબ શાસનની વ્યવસ્થા ચાલે છે. શ્રુત, આજ્ઞા, ધારણા, વ્યવહાર વગેરે આજે નથી. ગીતાર્થ દ્વારા નિયત થયેલી સામાચારીનું પાલન કરવાનું છે. દરેક જગ્યાએ આગમને આગળ કરી જીતકલ્પની મર્યાદાઓ ન પાલે તો જિતકલ્પને માનવા-પાળવાની આગમ-આજ્ઞાનું બહુમાન ક્યાં રહ્યું ?
જ્યાં આજ્ઞા-સમાચા૨ીનું બહુમાન ત્યાં મોહનીય ઢીલુંઢસ.
વાચના ૧૮
Jain Education International
For Private & Personal Use Only
૧૨.
www.jainelibrary.org