________________
ક્ષયોપશમ થાય છે.
ક્યારેક ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય. ક્યારેક દર્શન મોહનીયના ક્ષયોપશમથી ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય છે.
મોહનીયનો થયોપશમ થાય તેનું જ જ્ઞાન સમ્યગુ બને. દ્રવ્યધન-બાહ્યચીજની પ્રાપ્તિ. ભાવધન-રત્નત્રયીની પ્રાપ્તિ. ઉપદેશ રહસ્યમાં છેલ્લે ૯ શ્લોકમાં નિચોડ છે. એમાં છે કે – किं बहुणा ? . जह जह रागदोसा विलियज्जंति,
तह तह पयट्टियव्वं-एसा आणा जिणिदाणं । જે રીતે રાગ-દ્વેષની પરિણતી મંદ પડે-નાશ પામે તે રીતે પ્રવૃત્તિ કરવી. આ જ પરમાત્માની આજ્ઞા છે. ભાવધન-રત્નત્રયની પ્રાપ્તિ થાય તો...કષાય મંદ પડે...ગુણાનુરાગ ખીલે..
અનુપમાદેવીમાં ગુણાનુરાગની માત્રા ટોચ કક્ષાની હતી. આથી મોહનીયના સંસ્કારો વિલીન થઈ ગયા. આથી મહાવિદેહમાં ગયા, અને કેવલ્ય અવસ્થાને પામ્યા. ૯૯ પૈસા ભેગા કર્યા હોય એને એક જ પૈસાની જરૂર છે. ૧ પૈસો ઉમેરાતાં રૂપિયો બની જાય. આરાધક ભાવજાગૃતિ અહીં કેળવીને મહાવિદેહમાં ગયા...
સાધુ આત્મનિરીક્ષણ ના માધ્યમે ભાવ જાગૃતિ કરે. હું મોહનીયના ક્ષયોપશમની ભૂમિકાએ કેટલો આવ્યો ? એનું ચિંતન કરે...ચિંતનના અભાવમાં પ્રમાદ આવી જાય.
પ્રમાદનું ફળ કેટલું ખરાબ છે ? જેના અર્થો સીદાય છે તે વ્યક્તિ વેપારધંધામાં વ્યવહારમાં પણ સીદાય છે, એમ પ્રમાદથી પણ સીદાય એટલે ? છતી શક્તિએ ઉલ્લાસના અભાવે મળેલી શક્તિનો ઉપયોગ ન કરી શકે. હૃષ્ટપુષ્ટ હોય પણ શક્તિ વાપરે નહીં. સ્વાધ્યાય, ભક્તિ, ગોચરી, યાત્રા વગેરેની તક મળે, છતાં ન અપનાવે. છતી શક્તિએ આજ્ઞા ન અપનાવી શકે, તે અનાદર નામે પ્રમાદ છે.
જેનાથી આત્મા દુર્ગતિમાં પડતો બચે તે ધર્મ. સામે જ સાધનો હોવા છતાં જે બચી ન શકે તે શું કામનું ? સામે જ પોલિસ હોય, છતાં મારખાતો ગુન્હેગાર પોલીસની મદદ લઇ છુટવાના બદલે પોલીસની પણ અવજ્ઞા કરે તે કેવો ?
*
વાચના-૧૮
રોજ કરે છે
૧દી
૧૨૧
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org