________________
quadrat ઘમ્મી નારિયા પુનો...... IIol.
પૂ.આ. ભાવદેવસૂરિ મ. દ્વારા સંકલિત “યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં જાગૃતિના વિષય ઉપર વિચારણા ચાલી રહી છે. તેમાં....
જાગૃતિ બે પ્રકાર છે : (૧) દ્રવ્યજાગૃતિ (૨) ભાવજાગૃતિ દર્શનાવરણીયનો ક્ષયોપશમ તે દ્રવ્યજાગૃતિ. મોહનયનો ક્ષયોપશમ તે ભાવજાગૃતિ મોહનીયનો ક્ષયોપશમ બે પ્રકારનો : (૧) દર્શન મોહનીયના ક્ષયોપશમથી પ્રભુના શાસન તરફ વળે. અને
(૨) ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી ચારિત્રમાં પ્રયત્ન કરે. એ બંને ક્ષયોપશમ ઓળખાય કેમ ?
• વિધિ પ્રત્યેનો રાગ, વિધિપૂર્વક આજ્ઞાનો આગ્રહ-શ્રદ્ધા તે દર્શન મોહનીયનો ક્ષયોપશમ કહેવાય.
• શક્તિને ગોપવ્યા વિના આજ્ઞા-સામાચારી બંધારણ અનુસાર ક્રિયા કરે, તે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કહેવાય.
ક્યારેક મોહનીય કર્મના ઉદયથી પણ ક્રિયા થતી હોય છે. આ ઓદયિક ભાવની ક્રિયા કહેવાય.
દેવચંદ્રજી મ.એ જ્ઞાનસાર, અધ્યાત્મસારની ટીકા એમની ઉત્તરાવસ્થામાં બનાવેલ છે. તેમાં સમગ્ર આગમનો નિચોડ છે. તે પૈકી જ્ઞાનસારની ટીકામાં છે કે ધર્મક્રિયા બે
વાચના-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org