________________
સીવેલાં દફતર ઘૂસ્યા છે. સૂક્ષ્મ સામાચારીનો આ ગંભીર પ્રશ્ન છે. ભલે અગવડ પડે પણ સામાચારી-આજ્ઞા જ મહત્ત્વની છે. અગવડને સામે ચાલીને સ્વીકારવી તે તો સાધુતા છે.
(૩) જ્ઞાન-શ્રુતજ્ઞાન-ભગવાનનું આગમ મુખ્ય છે. આથી વિહાર સમયે આગળ હૃદય પર પોથી અને પાછળ પાત્રા-તરપણી રખાય. આગળ તરપણી વગેરે રાખવાથી પ્રાયશ્ચિત્ત આવે, અને વધતાં-વધતાં અને માંડલીની બહાર કરવા જેટલું પ્રાયશ્ચિત્ત આવે. સંયમ જીવનના પ્રાણભૂત પુસ્તક-જ્ઞાન જ આગળ હોય. આગમ-આજ્ઞાને આગળ રાખી પોતાનું જીવન ચલાવવાનું છે. આ ભાવ તેમાં છે.
(૪) પાતરાનું પડિલેહણ વદુપડપુત્રી’ પહેલાં કરે તો પ્રથમ પુરિમુઢ પચ્ચક્ખાણનું પ્રાયશ્ચિત્ત આવે. પછી આગળ-આગળ વધતાં એને (સંઘ) માંડલી બહાર કરે.
(૫) ખીંટીનો ઉપયોગ સાધુ-સાધ્વીને માટે શાસ્ત્રમાં નિષેધ છે. તે અધિકરણ છે. અધિકરણનો ઉપયોગ ન કરાય. “ખીંટીને શાસ્ત્રમાં નાગદંતિકા કહેવાય છે.” જેનો આકાર શસ્ત્ર રૂપ છે. બહારથી આવીને સીધી ઘડી કરવામાં આવે તો તમસ્કાયના જીવો વિગેરેની વિરાધના થાય. અકાય વિગેરેને બાધા થાય. તેથી દાંડા પર મૂકવી પણ ખીંટીએ ન જ મુકાય. બે ઘડી પછી સ્વતઃજુવો વી જાય પછી જ વાળી શકાય. પરસેવાવાળી કામળી-કપડો થયો હોય, તો તે સુકાય નહીં ત્યાં સુધી કામળીની ઘડી ન કરાય. કેમકે ર ઘડી પછી તેમાં સમુચ્છિત જીવોની ઉત્પત્તિ થઈ જાય.
(૬) ચુનાનું પાણી પણ રખાય નહિ. આથી ઠલ્લે જતાં પહેલાં સવારે પાણી લાવવા માત્ર ઠલ્લાની તપણી પડિલેહે. વ્યવહાર ભાષ્યની ચૂર્ણમાં છે કે પહેલી પોરિસીમાં પાતરા ન પડિલેહે.
(૭) બજારૂ તૈયાર મીઠાઈ-ફરસાણ કે આથાવાળી અભક્ષ્ય વસ્તુ વપરાય જ કેમ ? બિસ્કિટ, જલેબી વગેરે બધામાં આટો પલાળીને આથો લાવે છે. આથો લાવીને બનાવેલી વસ્તુમાં નહીં પણ પ્રક્રિયામાં વિરાધના છે. બજારની મીઠાઈ તદ્દન અભક્ષ્ય છે. બજારમાં બે-બે વર્ષનો માવો અને મસકો હોય, તેમાં ત્રસજીવોની વિરાધના પણ કેટલી થાય...?
(૮) સાંજે સૂર્યાસ્તની બે ઘડી પહેલાં પાણી ચૂકવવું જોઈએ. સૂર્યોદય પછીની
વાચના-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org