________________
ભાવમન છે. તે પાવર એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષર્યોપશમ. તે ચલાવનાર આત્મા, મનમાં જે ઉત્પન્ન થાય તે ઇચ્છા બે પ્રકારની :
(૧) દ્રવ્યઇચ્છા (૨) ભાવઇચ્છા.
જ્ઞાનાવરણીય ક્ષયોપશમથી માત્ર જાણવાની ઇચ્છા તે દ્રવ્યઇચ્છા. તે ઇચ્છા થતાં તેમાં મોહનીયનો ઉદય ભળે ત્યારે કર્મબંધ થાય. તેથી જ્ઞાનાવરણીયના ક્ષયોપશમમાં મોહનીયનો ક્ષયોપશમ ભેળવવો જોઈએ. આથી આત્માભિમુખ બનાય, આજ્ઞાપાલનની તત્પરતા આવે. મોહનીયનો ઉદય ભળવાથી ઉત્પન્ન થતી ઇચ્છા તે ભાવઇચ્છા કહેવાય અને જ્ઞાનાવરણીયના ક્ષોપશમથી ઉત્પન્ન થતી ઇચ્છા તે દ્રવ્યઇચ્છા કહેવાય.
પૂર્વના ત્રીજા ભવમાં જિનનામકર્મ નિકાચિત થતાં તીર્થંકરની ભાવઇચ્છા બંધ પડી જાય. કેવળજ્ઞાન થયા પછી તેમના જીવનમાં ઓદયિક ભાવની જ માત્ર પ્રવૃત્તિ ચાલે તેમાં કોઇપણ મન-વચન-કાયાનો પ્રયત્ન ઇચ્છાપૂર્વક ન કરે.
આવા પરમાત્માની આજ્ઞાનું જેને સ્મરણ જચે તેવા આત્માઓ અનાદિ મોહનીયને ધ્રુજાવી નાંખે નવકારમંત્ર આજ્ઞાનું પ્રતીક છે. તેમાંના શબ્દો અનાદિથી તે જ છે. જ્યારે બીજી આગમો આદિના ભાવો ભલે એક જ હોય, પણ શબ્દો જુદા-જુદા છે, વાયાવાયા છે. તેથી વીતરાગની વાણી જ્યારે આપણે વિચારીએ કે-‘તે ભાવદયાને આપનારી છે' ત્યારે તે મોહને ભેદનારી બને. જ્યારે નવકારના શબ્દો જ મોહને ભેદનારા છે. તેથી એમાં શ્રદ્ધા કેળવવાની જરૂર છે. આ ભાવ સામે રાખી, પરમાત્માની વાણીનો સ્વાધ્યાય થાય તો મોહ ધ્રૂજી ઊઠે અને ભાવ જાગૃતિ આવે.
સૂતેલા આત્માને પ્રમાદ વધે તો ``સુત્રં સુવ્યં ́ શ્રુતજ્ઞાન ઘટે. સંયમમાં શિથિલતા આવે, તેને કાઢવા અને જાગૃતિ ટકાવવા ભગવાનની આજ્ઞાનું સ્મરણ છે. જાગૃતિ ટકાવવા ભગવાનની આજ્ઞાનું સ્મરણ છે. જાગૃતિ ટકાવવાનોએ જ પ્રબળ ઉપાય છે. જે વખતે જે ક્રિયા ચાલતી હોય તેની વિધિ, મર્યાદા, અર્થ, મુદ્રા આદિનું સ્મરણ તેજ ભગવાનની આજ્ઞાનું સ્મરણ છે. જ્યારે ચિંતન કરે ત્યારે આશ્રવ સર્વથા હેયાદિનું ચિંતન કરે. મોહના ઉદયથી ચારેબાજુથી આત્મપરિણામ ડહોળાઈ જાય. આવી સ્થિતિમાં સંકલેશાદિ થાય, ત્યારે વારંવાર નવકારનું સ્મરણ અને જ્યારે સંકલેશ ન હોય અર્થાત્. મોહનીયનો ઉદય ન હોય તો પણ ચોકીદારને પગાર તો રોજ જ આપવાની જેમ ત્રણકાળ તો નવકાર ગણે જ.
વાસના પાછળ બેઠેલા મોહના લૂંટારાથી સાવધ રાખવા નવકારના ચોકીદારનું
ગાયના ૧૭
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org