________________
સ્મરણ છે. તેને કરેલ નમસ્કાર પાપનો નાશ કરનાર છે.
પાપ એટલે ઘાતિકર્મ=મોહનીયનો નાશ કરનાર નમસ્કાર છે. (પાપ એટલે ઘાતિકર્મ=મોહ. તેમ ‘મહાનિશીથ સૂત્ર'ના ત્રીજા અધ્યયનમાં છે.) આવો ભાવ કેળવીને ગણવામાં આવેલ નવકાર કવચની માફક આપણું રક્ષણ કરે છે, અને રક્ષણ કરવામાં બીજુ તત્ત્વ છે સામાચારીનું પાલન. આ બંને આપણી વાસનાના સાપને જગાડવા માટેના નિમિત્તો મળવા છતાંય આત્માનું રક્ષણ કરે છે. આપણામાં વસેલા વિષયકષાયના સંસ્કારરૂપી દાવાનળમાં નિમિત્તો તો પેટ્રોલ સમાન છે. જેમાં આપણું ભાવસંયમ તો ઠીક પણ દ્રવ્ય સંયમ પણ જોખમાય છે. આવી વિકટ સ્થિતિમાં પણ રક્ષણ કરનાર સામાચારી છે. શરીરમાં લાલકણ શરીરને પોષણ આપે છે, તાકાત આપે છે. શ્વેતકણમાં ગમે તેવા બહારનાં જંતુઓનો પ્રતિકાર કરવાની તાકાત હોય છે. તે શરીરનું રક્ષણ કરે છે. જ્યારે તે લાલકણ ઘટે ત્યારે શરીરની ક્ષમતા ઘટે...અને ચેપીરોગ ફેલાય. આ સમયે શ્વેતકણોની કાર્યશીલતા વધી જાય છે. સફેદકણોની સંખ્યા ઘણી વધી જાય અને રોગનો પ્રતિકાર કરે. આમ શરીરના આરોગ્ય માટે બન્ને કણો જરુરી છે.
આપણા સંયમિત-જીવનમાં અરિહંતની આજ્ઞા (નવકાર) એ સફેદકણ અને સામાચારીના પાલન સ્વરૂપ લાલકણ હોય છે. તે બંને કણો સુરક્ષિત હોય, તો ગમે તેવા બહારના નિમિત્તો કાંઈ અસર કરતા નથી. દરેક પ્રવૃત્તિમાં કર્મબંધ આદિનો વિચાર ક૨વો, તેમાં તેનો પ્રતિકાર કરવાની તાકાત હોય છે. પણ જેમ-જેમ સામાચારીનું પાલન ઘટે તેમ-તેમ ફેશન-સગવડાદિના ચેપીરોગો ઝડપી વધતા જાય છે. આવા સમયે આજ્ઞા એ જ પ્રધાન રાખવી, મન ભલે કૂદાકૂદ કરે. આપણા જીવનમાં પ્રધાનતા કોની ? અંતર નિરીક્ષણપૂર્વક વિચારણા કરવી જરૂરી છે.
(૧) અહિંસક ધર્મના પાલક આપણે યાત્રામાં દોડાદોડ કરીએ, તો છાપ કેટલી ખરાબ પડે ?
(૨) સાધુ-સાધ્વીએ દફતર તો રખાય જ નહીં.
સીવેલા દફતરનું પડિલેહણ કેવી રીતે થાય ? ખૂણે-ખાંચરે જીવજંતુ ભરાઈ જાય, આવી વિરાધનાના સંભવનો ડ૨ ઓછો થયો છે.
પહેલાં જ્ઞાનભંડારની પ્રતો-આગમ પણ સીવેલી પોથીમાં ન બાંધતાં ચોરસ કપડાની ખુલ્લી (સીધી) પોથીમાં બાંધતા હતા. સગવડના નામે સાધુના જીવનમાં
વાચના-૧૭
Jain Education International
For Private & Personal Use Only
૧૧૬
www.jainelibrary.org