________________
બે ઘડી અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી, તે પણ રાત્રિભોજન છે.
(૯) સંયમીને ગરમ ચા-દૂધ જોઈએ તો સંકલ્પ હિંસાથી બચવાની વૃત્તિ ક્યાંથી રહી ? અને આવી સ્થિતિમાં જગતને સાધુ તરીકે આપણી જાતને ઓળખાવીએ તો આપણી ભવાંતરની સ્થિતિ શી ?
(૧૦) વધારાની ગોચરી જેમ હોય તેમજ લેવાથી ગોચરી પતાવી કહેવાય. અને નિર્જરા થાય. તેમાં દાળ-શાક કે વિગઈ નાખીને ન વપરાય. નવી વસ્તુ મંગાવવાની નહિ. કુરગડુમુનિની ગોચરી કેવી ? માત્ર ઓદન જ વાપરે. એ વહોરી લાવીને સર્વે સાધુઓને લાભ આપવા વિનંતિ કરે. ઉપવાસવાળાને પણ વિનંતિ કરે. શાસ્ત્રીય પરિભાષામાં તેને છંદના કહેવાય. ઉપવાસવાળા તે પણ છંદના ક૨વાથી એમના ઉપવાસની અનુમોદના થાય છે. સંયમની મર્યાદાપૂર્વક તપ ન થાય તો મોહનીયની આગ ભભકી ઉઠે છે. કુરગડુમુનિને તપ નહોતો થતો....પણ જાગૃતિપૂર્વક સંયમ-સામાચારીની મર્યાદાનું પાલન હતું. આથી શાસનદેવી પણ એ કુરગડુ મહામુનિને વંદન કરવા આવતા. કુરગડુમુનિ જેવી નવકારશી શ્રેષ્ઠ કહેવાય, કરવી જ પડે તો એકાંતમાં કરે, જાહેરમાં નહિ. કુરગડુમુનિ વાપરે પણ હૈયામાં બળાપો કેટલો ? તપસ્વી પ્રત્યે સદ્ભાવ કેટલો ? વાપરતાં-વાપરતાં એમની મનોદશા કેવી ?
પદાર્થો જોતાં આંખમાંથી પાણી ઝરે, તો સમજવું કે જ્ઞાન પચ્યું છે અને, પદાર્થો જોતાં મુખમાંથી પાણી ઝરે તો સમજવું કે જ્ઞાન પચ્યું નથી. (મધુરું રસમાપ્ય) વાપરતાં વાપરતાં મોહનો નાશ કરનાર નવકાર મહામંત્ર છે. એનાથી મોહનીય કર્મ દૂર
થાય જ.
કુરગડુમુનિએ વાપરતાં-વાપરતાં આત્મિક પરિણામની વિશુદ્ધિ કરી ક્ષપકશ્રેણિ માંડી અને કેવલી બન્યા.
આ ભાવજાગૃતિ છે. સામાચારીનું પાલન અને આજ્ઞાના ચોકઠામાં ગોઠવાઈ રહેવું તે ભાવજાગૃતિની કેવળણી ક૨વી જરૂરી છે. પરમાત્માના શાસનમાં દ્રવ્યજાગૃતિ કરતાં ભાવજાગૃતિની જ મહત્તા છે...એ ભાવજાગૃતિ જીવનમાં કઈ રીતે અપનાવવી વગેરે અધિકાર આગળ વિચારીશું.
વાચના-૧૭
Jain Education International
For Private & Personal Use Only
૧૧૮
www.jainelibrary.org