________________
માટે, દ્રવ્યઅનર્થથી ધનાદિનો અભાવ. ભાવઅનર્થથી આત્મોલ્લાસની પ્રાપ્તિ નથી...
જાગૃત થયા પછી પ્રમાદ કાઢવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો જાગૃતિ ટકી. શકતી નથી. માટે વર્તમાન કૃદન્ત “જાગતા' ગીરમાળા’ કહ્યું અનાદિના સંસ્કારોને લીધે અજાણતા પણ આત્મા પડવાના નિમિત્ત કારણોને પકડી લે છે. પણ જ્ઞાનદર્શનાદિના નિમિત્તો જલ્દી પકડાતા નથી...કાળની અસર તેમાં આપણે માનીએ પણ તેને છેદવા માટે જ્ઞાનીઓની આજ્ઞા એ પ્રધાન છે.
પ્રમાદને ટાળવાનો સતત પ્રયત્ન કરવાનો હોવાથી નીરHIST' (વ.) કહ્યું. જાગતો આત્મા પુરાણા અનાદિ મોહની પરંપરાને ખતમ કરી નાખે... - સૂતેલા સિંહની કેસરાને ભલે ઉંદરો ખેંચે, પણ જાગૃત થતાં જ જંગલમાં દૂર રહેલા મદોન્મત્ત હાથી પણ તે સિંહથી ધ્રુજી ઉઠે. તેમ, મોહના સંસ્કારો રૂપી મદોન્મત્ત હાથીથી નિમિત્ત કારણો પામી આત્માને બચાવી શકાય.
વીતરાગ એટલે મોહના સંસ્કારોનો નાશ કરનારા..
૧૧ને ગુણસ્થાનકે, ૧રમે ગુણસ્થાનકે પણ વીતરાગ દશા છે, પરંતુ ૧૩મે ગુણસ્થાનકે જ ખરા વીતરાગ છે. કેમકે...૧૦મે, ૧૧મે ગુણસ્થાનકે મોહનીયના સંસ્કારો દબાવી વીતરાગ બને તેથી અધ્ધા (કાલ) ક્ષયે ભવક્ષયે પડતાં પાછા મોહના સંસ્કારો જાગે અને પતન થાય. જ્યારે ૧૩માં ગુણસ્થાનકથી વીતરાગને પડવાનો પ્રશ્ન જ નથી.
૧૩માં ગુણસ્થાનકના વીતરાગના પણ બે ભાગ (૧) તીર્થંકર (૨) સામાન્ય કેવળી
૧૩મે ગુણસ્થાનકે પહોંચેલા તીર્થંકર નામકર્મના વિપાકોદયવાળા તીર્થંકર તે જ વીતરાગની આજ્ઞા બીજા આત્માઓના મોહનીયનો ક્ષય કે ક્ષયોપશમ કરવામાં વિશેષ સમર્થ બની શકે...
તીર્થંકરનું ઇચ્છાચક્ર પૂર્વના ત્રીજા ભવે બંધ થાય. ઇચ્છા એ મનમાંથી ઉત્પન્ન થાય છે.
મનના બે ભેદ
(૧) દ્રવ્યમન (૨) ભાવમન છે. આપણને ભાવમન છે તેથી ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે. દ્રવ્યમન એ નામકર્મની પ્રકૃતિ છે. તે આકૃતિરૂપ છે. તેમાં રહેલો પાવર તે
વાચના-૧૭ ખૂન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org