________________
(૧) સિંહભોજન-સિંહની જેમ ભોજન કરે. સિંહ એક બાજુથી ખાય, તે પુરું થાય પછી બીજી બાજુથી ખાય, એમ ક્રમસર વાપરે તે સિંહભોજન.
(૨) પ્રતરછેદભોજન-પ્રતર એટલે પડ, જે રીતે વહોરી લાવ્યા હોઇએ તે રીતે ઉપર-ઉપરથી વાપરી એક પડ પૂરું થાય, પછી બીજું પડ શરૂ કરે, તે પ્રતરભોજન.
(૩) કાકભોજન-કાગડો ચૂંથીને ખાય અર્થાત્ કાગડો વિષ્ટા વગેરેમાંથી વાલચણાદિ ધાન્ય વીણી-વીણીને ખાય, તેમ પાત્રામાંથી સારી-સારી વસ્તુ કાઢીને વાપરે તે કાકભોજન કહેવાય. ખાતાં ખાતાં વેરે અથવા મોંમાં કોળિયો મુકી કાગડાની જેમ આજુબાજુ જુએ તે પણ કાકભોજન કહ્યું છે.
(૪) શૃગાલભોજન : શિયાળિયું અલગ અલગ સ્થાનેથી કરડી ખાય, તેમ પાતરામાંથી અલગ અલગ સ્થાનેથી (જ્યાંથી-ત્યાંથી) વાપરવું તે શૃગાલભોજન. (૫) હસ્તીભોજન : હાથીની જેમ ઉપેક્ષાભાવથી વાપરવું.
આ ભોજનના પ્રકારોમાં સિંહ-પ્રતર અને હસ્તી ભોજન ઉપાદેય છે. આ ભોજનોની પદ્ધતિઓ રસનાને જીતવાનો પ્રબળ ઉપાય છે. અવિધિપૂર્વક ભોજન કરવાથી છેદ સૂત્રોમાં પ્રાયશ્ચિત જણાવેલ છે. વાપરતાં વાપરતાં પણ ઉણોદરી-દ્રવ્ય સંક્ષેપવૃત્તિસંક્ષેપ વિગેરેનો પણ ઉપયોગ હોય.
૧૨માં થી એક પણ પ્રકારનો તપ ઓછો હોય, તો એ તપ જિનશાસનનો તપ ન કહેવાય. નવકારશીથી ૧૦૦ વર્ષનું નરકાયુ તૂટે. એ કઈ નવકારશીથી ?
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપૂર્વક અાસન, વૃત્તિસંક્ષેપ રસત્યાગ વગેરે ૧૨ પ્રકારનો તપ નવકારશીમાં કરે. આથી નરકાયુ તૂટે.
બાહ્ય તપ યથાશક્તિ કરે, પણ તેમાં અત્યંતર તપ પણ મેળવવો જોઈએ. ધ્યાન ક્યારે આવે ? ૧૧ તપ હોય તો.
ભૂખ્યા રહેવું, કૃશ બનવું. આમાં કાયકષ્ટ જ છે. એ સાપેક્ષ રીતે ભલે ઉપાદેય છે. પણ નિરપેક્ષપણે, મન મરજીથી કરે, જેમાં આજ્ઞાના બંધારણને ટકાવવાની વૃત્તિ ન હોય તો તેની ઉપાદેયતાનો વિચાર કરવા જેવો છે. ૫૦૦ આયંબિલનાં પારણાં પૂર્વે કેટલી ધમાલ થાય ? તે પણ કેવી રીતે ?
‘છેદ સૂત્ર’માં છે કે ફ્રૂટ એકાંતે અકલ્પ્ય છે. એક કોળિયે એક આયંબિલ, બે
પાચના ૧૫
Jain Education International
For Private & Personal Use Only
૧૦૩
www.jainelibrary.org