________________
કોળિયે (૧ કટકીમાં) બે આયંબિલ એમ ડબલ આયંબિલ વધે. કોઈ ચીજ ગૃહસ્થ માટે હોય પણ ઉદ્દેશપૂર્વક આપણા માટે રાખી મૂકે, તેમાં પણ સ્થાપનાદોષ લાગે.
ઓઘનિયુક્તિ (પર૭ મી ગાથા) માં છે કે મુન: પ્રાચ: ' મોનિન.' મુનિ=સાધુ લગભગ વ્યંજન વાપરે જ નહીં. સાવ જ બીમાર હોય, જે ઊભા પણ ન થઈ શકતા હોય, તેને માટે ફૂટનો રસ વગેરે અપવાદિક છે. તે પણ વાપરતાં દુભાતા મને વાપરે અને સાજા થયા પછી પ્રાયશ્ચિત્ત વગેરે લે.
આજ્ઞાની ઉપેક્ષા એ જ મોટો દોષ છે. મહાનિદ્રા છે.
નવકારશી માત્ર, બાળ, ગ્લાન, વૃદ્ધ જ કરે, તે પણ માત્ર ત્રણ કોળિયા જ લે. આજે નવકારશી એ ગોચરીની “મહારાણી' બની છે. જે પોસ્ટ પર આપણે છીએ, એની વફાદારી જ નથી.
ધર્મરાજાનો વેશ પહેર્યો અને કામ કર્મરાજાનું કેમ કરીએ છીએ? કર્મની સામે મોરચો માંડ્યા પછી મોહનીય ઉત્તેજિત થાય એવું થાય જ કેમ ? બસ પરિણત સ્વાધ્યાયનો અભાવ જણાય છે.
પ્રશ્ન : સંયમ પાળવું છે તેમાં સ્વાધ્યાય કેમ કરવાનો ? સ્વાધ્યાય અને સંયમને શો સંબંધ ? ક્રિયાથી મોહનીય ઢીલું થાય છે, તો સ્વાધ્યાય કરવાની જરૂર શી?
ઉત્તર : સંયમની પ્રવૃત્તિમાં જયણા પૂર્વકઉદ્યમ કરે. આથી અસંખ્ય ભવોમાં બાંધેલું કર્મ ક્ષય થાય.
કર્મબંધનું કારણ યોગ છે, તો કર્મની નિર્જરાનું કારણ પણ યોગ છે. તેમાં સ્વાધ્યાય ભળે, તો નિર્જરાનું બળ ઘણું વધી જાય.
સવારે સ્વાધ્યાય સ્વરૂપ પરમાત્માની વાણીનું રટણ કરવાથી મોહનીયનો ક્ષયોપક્ષમ સારી રીતે થાય. અને તે મોહનીયના ક્ષયોપશમથી આખા દિવસ દરમિયાન સામાચારીનું પાલન સારી રીતે થાય. આ સામાચારીના પાલનથી પુનઃ વધુ મોહનીયનો ક્ષયોપશમ થાય.
ચાલુ અગ્નિ કરતાં બકરીની લીંડીનો અગ્નિ વધુ પ્રજવલિત થાય. કષાયમાં કર્મબંધ થાય, તે કરતાં મિથ્યાત્વથી કર્મ વધુ બંધાય. ચારિત્ર મોહનીયના ઉદયે કે ક્ષેત્રકાળની લાચારીમાં કદાચ સામાચારી પાલનમાં ઢીલાશ આવે, પણ સમ્યક્ત્વની હાજરીથી તેમાં સહી ન કરે. એમાં શું થયું? “આ તો પાલિતાણા છે', એમ બોલી સેવાતા દોષોથી સામાચારી-આજ્ઞાની ઉપેક્ષા થતી હોય, તો તે મિથ્યાત્વનું પોષણ છે. આમ કહેવાથી કર્મ
વાચન-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org