________________
વધુ તીવ્ર બંધાય. ભલે મન-વચન-કાયાના યોગો ઢીલા હોય અને તેથી પાલન ન થતું હોય, તે વાત ગૌણ છે; પણ હૃદયમાં તેનો બળાપો તો હોવો જ જોઈએ. એક આત્મા વૃદ્ધ હોવાથી ક્રિયામાં શિથિલ હોય અને પ્રાયઃ રોજ આધાકર્મી બળતા હૃદયે વાપરે અને એક હૃષ્ટ-પુષ્ટ સાધુ માસમાં એક જ વાર આધાકર્મી કે સામે લાવેલ આહારાદિ આનંદથી વાપરે, તો પણ એક જ વાર વાપરનાર ને કર્મબંધ વધુ થાય.
સંયમજીવનમાં દોષોનો દોષ તરીકે સ્વીકાર તો કરવો જ જોઈએ. પોતાના દોષોને પોષવા કે છાવરવા નહીં. તેવા પ્રસંગે બોલવામાં ઉપયોગ રાખવો. ભાષા સમિતિમાં ઉપયોગ ન રહ્યો, તો આમાં સામાચારીની ભારે આશાતના થાય. આ સંબંધમાં
‘શ્રી મહાનિશીથ’ સૂત્રમાં એક પુણ્યવતી તપસ્વિની રજ્જા આર્યાની વાત છે. એમને પૂર્વકૃત કર્મોદયે દુષ્ટ કોઢ રોગ થયો. આથી શરીરમાં તીવ્ર વેદના થાય છે. શરીર સડી ગયું. કીડાઓ પેદા થઇ શરીર ફોલી ખાય છે. છતાં ચિકિત્સા કરાવતા નથી. અને વેદનાને સમભાવે સહન કરે છે.
મોહનીય કર્મનો સ્વાધ્યાય દ્વારા ક્ષય ન થાય, તો એ ક્યારે ઉછાળા મારે એ કાંઈ કહેવાય નહીં. એ ન્યાયે કોઈક ખૂણામાં પડેલા મોહનીય કર્મનો ઉદય થયો, અને એમના મનમાં વિચાર આવી ગયો કે-‘ત્રણ ઉકાળાનું પાણી વાપરીએ છીએ, તે તો ગરમ નહીં પડયું હોય ને ?' મનમાં વિચાર જાગ્યો. મનમાં આવેલા દુર્વિચારને ગીતાર્થ પાસે પ્રગટ કરવાથી એનું મૂળ ઉખડી જાય છે. પણ એમણે સ્વતઃ એ વિચાર દબાવ્યો. થોડા દિવસ પછી પુનઃ એ વિચાર પ્રગટ થયો. વળી વિચારને દબાવ્યો, અને કેટલાક સમયે પુનઃ એ વિચાર વાણીમાં પ્રગટ કર્યો. સહવર્તી સાધ્વીજીમ. ના કહે. આવું ક્યારે ય બને નહીં. આથી તેઓ બોલ્યા નહીં, વળી થોડા દિવસ પછી તો પ્રરૂપણા શરૂ કરી કે “ગરમપાણીથી જ મને દાહજ્વર થયો છે.'' અહીં શાસનની આરાધનામાં ખામી આવી. આચરણમાં અશ્રદ્ધા ઊભી થઈ. આવા વચનથી સર્વ સાધ્વીઓની શાસન પ્રત્યેની શ્રદ્ધા તૂટી. માત્ર એક સાધ્વીજી મ. સ્થિર રહ્યાં કે “અચિત્તપાણીથી આવુ ક્યારે ય ન થાય. પૂર્વોપાર્જિત કર્મોનો દોષ છે. મારું શરીર સાવ સડી જાય, તો પણ હું અચિત્તપાણી નહીં છોડું. પ્રભુની આજ્ઞાપાલનથી નુકશાન થાય જ નહીં. આ ગ્લાન સાધ્વીજી મ. તો પોતાનો કર્યોદય ભોગવી રહ્યા છે. ભવાંતરમાં બાંધેલ અશુભ પાપકર્મનો ઉદય છે. પોતે બાંધેલાં પાપ-પુણ્ય પોતાને જ ભોગવવાં પડે છે. એમ શુભ ભાવનામાં તે સાધ્વીજી
વાચના-૧૫
Jain Education International
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org