________________
મ.ને કેવળજ્ઞાન થયું. દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. દેશનાને અંતે રજ્જા આર્યાએ પુછ્યું કે-‘હે ભગવંત ! મહાવેદનાવાળો રોગ મને કેમ ઉત્પન્ન થયો ?'
:
હે ભદ્રે ! રોગ થવાના અનેક કારણો પૈકી મુખ્ય કારણ છે. તેં ગૃહસ્થના બાળનું મુખ સચિત્તપાણીથી ધોયેલું. તે સચિત્તપાણીના સંઘટ્ટાનું અનુચિત વર્તન શાસનદેવો સહન કરી શક્યા નહીં. પ્રાણાન્તે પણ આવું આચરણ પ્રવૃત્તિ કોઈ સાધુ-સાધ્વી કરે નહીં, એમ વિચારી શાસનદેવે તારા શરીરમાં રોગ સંક્રમાવેલ છે. પણ ત્રણ ઉકાળાના પાણીથી થયેલ નથી.'' કેવળી ભગવંતની સત્યવાણી સાંભળી રજ્જા આર્યા કહે : “હે ભગવંત ! મને પ્રાયશ્ચિત્ત આપો, જેથી મારી શુદ્ધિ થાય.'' જવાબમાં કેવળી ભગવંતે કહ્યું : ‘હે ભદ્રે ! ઉકાળેલા પાણીથી આ રોગ થયો છે.'' આવા તારા સાવદ્યવચનથી સર્વે સાધ્વીના હૃદય ખળભળી ઉઠ્યા, તેઓને અશ્રદ્દા થઇ. તેથી નિકાચિત દુષ્કર્મ બાંધ્યુ છે. અનંતાભવો સુધી વ્યાધિ, વેદના, દુર્ભાગ્ય, અપજશ ભોગવવા પડશે. આનું કોઇ પ્રાયશ્ચિત્ત નથી. બોલવામાં વિવેક રાખ્યો નથી, તેથી ઘોર મિથ્યાત્વનો ઉદય થયો છે. તેનાથી તીવ્ર નિકાચિત કર્મ બાંધ્યું છે.
સમ્યક્ત્વ, વિરતિ અને વીતરાગપણું હોય તો કર્મબંધ ઘટે. મિથ્યાત્વ અવિરતિ અને કષાય હોય તો કર્મબંધ વધે.
ઉપરોક્ત સમ્યક્ત્વ માટે પ્રયત્ન ક૨વો જોઇએ.
દરેક ક્રિયામાં સમ્યગ્દર્શન, વિરતિ અને વીતરાગ ભાવ હોય તો જ નિર્જરા થાય. આ ત્રિપુટી આવે સ્વાધ્યાયથી જ.
સ્વાધ્યાયના ફળરૂપે જ દરેક ક્રિયામાં નિર્જરા થાય છે.
ક્રિયામાં અન્ય સ્થાને ઉપયોગ જાય તો કર્મબંધ થાય. સુસ્વરમાં ભક્તિભાવ જાગે, રસ પડે, તો એમાં પુણ્યબંધ થાય. વીતરાગના ગુણોમાં સ્થિરતા આવે તો નિર્જરા થાય. સ્વાધ્યાય સમયે પ્રભુવાણીમાં લીનતા આવે માટે નિર્જરા જ થાય, તે લીનતાને સામાચારી-આરાધના-ક્રિયાના માધ્યમે ટકાવી રાખે. આમ સર્વ યોગોમાં સ્વાધ્યાયને જોડી રાખે.
વેદાંતીઓ ધર્મકથામાં ભીંજાઈ જાય. પણ એમની પાસે સામાચારી આદિ નથી. એટલે પુનઃ કથા પૂર્ણ થયે પૌલિકભાવમાં ખેંચાય. પણ કથા સાંભળતાં એકવાર તો એમાં લીનતા આવે જ. સ્વાધ્યાયમાં લીનતા આવે, તેને સામાચારીના આજ્ઞાપાલનના
વાચના-૧૫
Jain Education International
For Private & Personal Use Only
૧૦૬
www.jainelibrary.org