________________
થાઓ.” આ ભાવના વક્તાની હોય. સિદ્ધ ભગવંતની ક્ષાયિક ભાવની કરુણા અ સાધુ ભગવંતની ક્ષાયોપશમિક ભાવની કરુણા હોય છે.
અરિહંત સિદ્ધથી લઈ, સર્વ સમ્યક્ દષ્ટિના હૈયામાં પણ એ ભાવ હોય બધા જ આત્માઓ કર્મબંધનથી મુક્ત બને. આ ભાવકરુણાના ઝરાને ઝીલવા માટે આ વિનયમુદ્રા છે.
સમ્યગુદષ્ટિ તિર્યંચો, નારકો, દેવો, મનુષ્યો અને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને અરિહંત-સિદ્ધનો કરુણાભાવ આપણા પર વરસી રહ્યો છે. પણ હૈયાનું ઢાંકણ બંધ હોય, તો અસર ક્યાંથી થાય?
બીજી સિદ્ધવિશિકામાં જણાવ્યું છે કે જગતમાં જીવો જે કાંઇ પામે છે. તેના પુષ્ટ આલંબનમાં સિદ્ધ ભગવંતોની કરુણા છે. બધા આત્માઓ જે આરાધના કરી રહ્યા છે, તેમાં અરિહંત-સિદ્ધોની કરુણા છે.
વિનયમુદ્રાથી આ કરુણાનો ઝરો અંતરમાં સીધો ઊતરે.
દેશનાશ્રવણના પ્રતીકરૂપે સવાર-સાંજની પડિલેહણની સક્ઝાય સાધ્વીજી ઉભાઉભાં કરે. સાધ્વીજીએ પ્રતિક્રમણની અને પચ્ચખાણ પારતાની સઝાય બેઠા બેઠા થાય. આ સઝાય એ સ્વાધ્યાયના પ્રતીક રૂપે છે. આજે આપણે પ્રતીકને જ પૂર્ણતા માની સંતોષ માની લઇએ છીએ...આ આપણી અજ્ઞાનતા છે. સતત સ્વાધ્યાયમાં રક્ત રહેવાનું છે. રાત્રીના ચોથા પ્રહરે ઊઠતાં પૂર્વોક્ત ક્રમથી સાધુ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કરતાં સાધુને હવે શું કરવું તે આગળ જણાવાશે.
*
વાચના-૧૫
વાચના-૧૫
E૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org