________________
માધ્યમે ટકાવી રાખે. આવી સ્વાધ્યાયની લીનતા...દરેક સમયે મોહનીય શિથિલ કરે. અસંખ્યાત ભવમાં બાંધેલું કર્મમાત્ર એક સમયમાં ઉપયોગપૂર્વક-સામાચારીના પાલનથી નાશ પામી જાય. તેમાં ય સ્વાધ્યાય ભળે તો-ગમે તેવું મોહનીય કર્મ હટ્યા વિના રહે નહીં. અંતર નિરીક્ષણ સ્વરૂપ સ્વાધ્યાય આપણો કેટલો ? તે અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. जामिणि विरामसहए, सरए सलिलव्व निम्मलंनाणं ।
શરદઋતુમાં જેમ પાણી નિર્મળ બને, તેમ ચોથા પ્રહરે યોગો સહજ નિર્મળ હોવાથી કરેલો સ્વાધ્યાય...વધુ અસરકારક બને.
સ્વાધ્યાય એ સાધુજીવનનો પ્રાણ છે. સ્વાધ્યાય એટલે માત્ર સૂત્રોનું રટણ નહીં પરંતુ ``મયનુવાય વિચિંતિા''
સમગ્ર પ્રવૃત્તિનું સરવૈયું સ્વાધ્યાયમાં કાઢવાનું છે કે મારે શું ક૨વાનું છે ? મારું કર્તવ્ય શું છે ? તેમાંથી મેં શું કર્યું ? શું બાકી છે ? આમ સરવૈયું ન કાઢે તો દેવાળું જ નીકળે ! સામાચારીનું પાલન કરવાનું આવશ્યક, શેષ બધો સમય સ્વાધ્યાય કરે. ``ળિયો મુનિ વ્રુષ્ના સપ્નાય’’ એમ પંચવસ્તુમાં કહ્યું છે. અર્થાત્ નિવૃત્તમુનિ
સ્વાધ્યાય કરે.
સ્વાધ્યાય એટલે ? જેનાથી આત્માની અંદર જવાય તે સ્વાધ્યાય. આ સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. તેમાં વાચનાદિ ચાર પ્રકારનો સ્વાધ્યાય પૂર્ણ થાય, પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય ક્યારે ય પૂર્ણ ન થાય. આજે ચાર પ્રકારનો સ્વાધ્યાય હજુ થતો દેખાય છે. પરંતુ અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો લોપ થતો જાય છે. તેમાં જાગૃતિ લાવવી.
સ્વાધ્યાય કરતી વખતે મુદ્રા કઈ ?
ડાબા પગનો ઢીંચણ અદ્ધ૨-જમણો પગ નીચે રાખી બે હાથ જોડી સ્વાધ્યાય કરે. એ મુદ્રા આવશ્યકમાં જણાવી છે. આ વિનયમુદ્રામાં સ્વાધ્યાય ક૨વાથી નિર્જરા વધુ થાય. મુદ્રાથી કરુણાનો ઝરો હૈયામાં જાય. સ્વાધ્યાયની જ મુદ્રા વ્યાખ્યાન-વાચના સમયની મુદ્રા છે.
વ્યાખ્યાન-વાચનામાં પરમાત્માના શાસનની આરાધનાથી વક્તા બોલે છે. માધ્યમ ભલે એ વક્તા છે; બાકી શાસનની આરાધનાના બળથી જ બોલાય છે. આથી જ શાસન સ્થાપનાના મૂળમાં પડેલી ભાવના વક્તાની હોય છે.
‘‘જગતના આત્માઓ શાસનની સન્મુખ થઈ કર્મથી મુક્ત થાઓ...થાઓ અને
વાચના-૧૫
Jain Education International
For Private & Personal Use Only
१०७
www.jainelibrary.org