________________
QUEM=25
ઇન્મી ગારિયા...Well મૂત્ર
પૂ.આ. ભવદેવસૂરિ મ. સાધુ સામાચારી જણાવતાં પ્રાતઃકાલની અર્થાત્ રાત્રિના ચોથા પ્રહરની સામાચારી જણાવી રહ્યા છે. તેમાં સાધુને સ્વાધ્યાય કરવાનો અધિકાર ચાલી રહ્યો છે.
સાધુ સ્વાધ્યાય કરે, પરંતુ કેવી રીતે ? ME પાવ નવા જ ગતિ” પાપી જીવો ન જાગે તે રીતે સાધુ સ્વાધ્યાય કરે.
ધર્મજાગરિકા કરે તથા કરવાના તપનું ચિંતવન કરે. કેમકે-ધર્મ જાગતા સારા અને અધર્મી ઊંઘતા સારા. એમ સિદ્ધાંતોમાં પણ કહ્યું છે.
ધર્મી એટલે ?
ધર્મ એ જ જેનો (આત્મા)=સ્વભાવ છે, તે જ ધર્મી. આપણને નિમિત્ત મળતાં રાગદ્વેષ થાય છે, આથી કષાય થાય, આથી કર્મબંધ વધે. પરંતુ સાધુ એને-નિમિત્તને ક્ષમા નમ્રતાથી જુએ, અભિમાન તો સંસારીને હોય. નિમિત્ત મળતાં પણ એની અસર ન થવા દે, તે જ સાધુ કહેવાય, ધર્મી કહેવાય.
ખેતરમાં બીજ તો પડે, પણ પાણી, ખાતર ન મળે તો ?
નિમિત્ત અને ઉપાદાન અવિનાભાવી સંબંધવાળા છે. પાણી, ખાતર મળે પણ બીજ બળેલું હોય તો પરિણામ શું ?
મોહનીયનું બીજ ભલે હોય, તેની ઉદીરણાનાં નિમિત્તો ન આપવા અને તે બીજને બાળવાનો પ્રયત્ન કરવો, સ્વાધ્યાય, ગુર્વાજ્ઞા, તપ, વૈયાવચ્ચથી મોહનીય ઢીલું પડે છે. ઉપાદાનમાં મોહનીય ઢીલું પડે તો દ્રઢપ્રહારી જેવા શુભ વિચારો આવે. “મેં
જ
ફાયના-૧૬
છે
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org