________________
અકાયમાં ભળવાથી તીવ્ર સંવેગભાવ થયો અને અપકાયના જીવો સાથે ક્ષમાપના કરતાં ક્ષપકશ્રેણિ માંડી. ત્યાં જ કેવલ્ય પામ્યા.
કેવળજ્ઞાનની ભૂમિકા અહીં પણ તૈયાર થાય છે. ૯૯ પૈસા ભેગા કર્યા હોય તો ૧ પૈસો મળતાં રૂપિયો થઈ જાય.
ગુણાનુરાગ એ શાસનની પ્રાણભૂત વસ્તુ છે. ગુણાનુરાગ એ મોહનીય કર્મને તોડે છે.
અનુપમાદેવી હાલ મહાવિદેહમાં કેવલપણે વિચરે છે. એ અનુપમાદેવીના જીવનમાં ગુણાનુરાગ મુખ્ય ગુણ હતો. આ ગુણ કેળવવા પરપ્રવૃતી વધેરાંધમૂવ:” બનવું.
આ ગુણાનુરાગની પ્રાપ્તિ ઇરિયાવહિયાથી થાય. આપણે સાધુજીવનમાં જે ગોચરી-પાણી માન-સન્માન સ્વીકારીએ છીએ; તેથી દેવાદાર થઇ છીએ. એ ગૃહસ્થના ગુણાનુરાગમાં આપણે નિમિત્ત બનીએ છીએ, પણ આપણે જીવન ન કેળવીએ તો આપણી દશા કેવી થશે ?
આજે સંયમજીવનમાં આજ્ઞાની પ્રધાનતા કેટલી ? અને સંયમની બેદરકારી કેટલી ? તે આત્મસાક્ષીએ ચિંતન કરવા જેવું છે.
(૧) અંધારામાં વિહાર, યાત્રા, પડિલહેણથી અજયણા કેટલી થાય ? યાત્રાના નામે દોડાદોડ કરીએ ત્યાં ઇર્યાસમિતિ કેવી રીતે સચવાય ?
છ મહિનાનો માંદો માણસ જેમ પગ મુકે, તેમ સાધુ મહારાજ ઇર્યાસમિતિ પૂર્વક ચાલે.
(૨) રાત્રે કે દિવસે આજ્ઞા ઉપરાંત જે વસ્તુ રાખે તેમાં સંનિધિ દોષ લાગે. (સાધુને ૧૪ વસ્ત્ર, સાધ્વીને ૨૫ વસ્ત્ર હોય) વસ્ત્ર, દવા, પાણી કે દરેક ચીજમાં સંનિધિ દોષ લાગે. આ આજ્ઞા સામે કેટલી બેદરકારી સેવાય છે ?
" સંવર્નન્સ” એ સાધુનું વિશેષણ છે. એક વાર કુક્ષિમાં-ઉદરમાં સમાય તેટલો આહાર પાણી વહોરી શકાય. તેથી વધુ નહીં. પાણીની પણ જરૂર પડે ત્યારે લાવે. ગોચરી વધારે વહોરી ઢાંકીને મૂકી રાખે, તો સંનિધિ દોષ લાગે. આ ઉત્સર્ગ માર્ગ છે. આવું જીવન જીવવાનું છે. અપવાદે ત્રણ પ્રહરની મર્યાદા નક્કી કરી. દિવસે પણ ત્રણ પ્રદરથી વધુ રાખે, તો વ્યવહાર, અપવાદ માર્ગે પણ સંનિધિ દોષ લાગે.
(૩) પરિણામની ધારામાં પરમાત્માની આજ્ઞાનું સ્વરૂપ જેનાથી આવે તે મુદ્રા. વાચના-૮
Jain Education International
For Private & Personal Use'Only
www.jainelibrary.org