________________
વફાદારી ન હોય, અર્થાત્ મોહનીયને તોડવાનો ઉદ્દેશ ન હોય તો? દર્શનાવરણીય કર્મ તીવ્ર બની જાય.
“આજ્ઞાથી સહિત તે જ સાધુ', આજ્ઞા પ્રતિબદ્ધ એ સાધુનું વિશેષણ છે.
પૂ. આ. દેવસૂરિજી મ.ની જયણા અને આજ્ઞાપાલનની સામાચારીથી ક્રૂર મારાઓ પણ પામી ગયા હતા. આ પ્રભાવ સામાચારીનો છે. જો મારાઓ ઉપર પણ સામાચારીની અસર થાય તો આપણા પર કેમ ન થાય ? થાય જ, પણ; મનને ગોણ કરવું પડે. વચન કાયા એ મનની ઘોડી છે. એને સામાચારીમાં ગોઠવી દઈએ, પછી મનજીભાઈ શું કરી શકે ? આજે આપણે સમજવા છતાં મનની આજ્ઞા મુજબ કરીએ છીએ.
ફાવે નહિ' અને “ભાવે નહિ' આ બે સૂત્રો જીવનમાંથી નીકળી જાય, તો જીવન ઉજ્જવળ બની જાય.
આજે, આંતપ્રાંત ગોચરી તો દૂર રહી, પણ હેજ મોળું કે કડવું આવે તો મુખ બગડી જાય અને બધી સાધના ધૂળ ભેગી થઈ જાય. આ ‘ભાવે નહીં'નું પરિણામ છે. આજ્ઞા-સામાચારી પાલનનું લક્ષ્ય અને વફાદારી હોય તો મોહનીય કર્મ નબળું પડે, પછી બીજાં કર્મો તીવ્ર બની ન શકે.
પહેલા બહારગામ જનારને ઊઠવાની તમન્ના કેટલી ? “એલાર્મ' મૂકે, સ્ત્રીપાડોશી વગેરેને ઉઠાડવા માટે સૂચન કરે, જ્યારે આપણે તો આજ્ઞાની સામાચારીની વફાદારી છે. ગુરૂમહારાજને કહીએ કે સાહેબ ! મને વહેલા ઉઠાડજો ! સમય થતાં જાતે જ ઊઠી જવાનું, કદાચ ન ઉઠી શકાતું હોય તો કોઈને કહીએ છીએ ખરા? ના, આ પ્રમાદની પરવશતા છે.
મનના માધ્યમથી મોહનીય કર્મ આવે છે. પણ વચન, કાયા ને આજ્ઞા સાથે જોડી દઈએ તો મોહનીય અને મન મરે જ. પછી દર્શનાવરણીય તીવ્ર ન બને. નિદ્રા ગાઢ ન આવે, આથી પશ્ચિમ યામ=ચોથા પ્રહરે સર્વ સાધુ જાગી જાય. રાત્રે ગપાટા મારે તો સવારે ક્યાંથી જાગે ? સંથારાની સામાચારી બરાબર જાળવી હોય તો સવારે સહજતાથી ઊઠી શકાય.
સંથારા પોરિસી પછી સર્વથા મૌન રાખવાનું. ઊંઘ ન આવે તો છૂટક નવકાર ગણે. શરીર પાસેથી કામ લેવા માટે જ સુવાનું છે, એ જ જિનાજ્ઞા છે. રાત્રિના પ્રથમ
વાચતા-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org