________________
સાધુ દિવસના
પ્રથમ પ્રહરે-સૂત્ર પોરિસિ, બીજા પ્રહરે-અર્થ પોરિસિ
આ પ્રહરોમાં સહેજ પરિશ્રમ પડે. આ પરિશ્રમને દૂર કરવા રાતે આરામ કરે. સાંજે પ્રતિક્રમણની માંડલી, સ્વાધ્યાયની માંડલીમાં ફેરવાઈ જાય અને સાધુઓ સ્વાધ્યાય કરે. પછી પોરિસિ ભણાવે, નક્ષત્રના આધારે પોરિસીના સમયનો ખ્યાલ આવે. દૈનિક નક્ષત્રના હિસાબે સવારે સૂર્ય જે નક્ષત્રમાં ઊગે (સૂર્યોદય સમયે જે નક્ષેત્ર હોય) તે નક્ષત્રથી ૧૪મું નક્ષત્ર આકાશમાં આશરે ૪૫૦ ના ખૂણે આવે, ત્યારે પોરસીનો સમય થાય. ગીતાર્થ સાધુ સ્વાધ્યાય કરતાં કરતાં સમયના અનુમાને બહાર જઈ આ નક્ષત્ર જોઇ આવે અને પ્રથમ પ્રહ૨ પૂર્ણ થયેલો જાણે પ્રથમ પ્રહ૨ પૂર્ણ થતાં સર્વ સાધુ પોરિસી ભણાવે. ત્યાં સુધી સ્વાધ્યાય કરે. સાધુજીવનમાં સ્વાધ્યાયનું મહત્ત્વ કેટલું બધું છે ?
ત્રીજા પ્રહરે-આહાર, નિહાર, વિહાર કરે. ચોથા પ્રહરે-સ્વાધ્યાય કરે.
સવારે પ્રતિક્રમણ પછી વસ્ત્ર પ્રતિલેખન કરી સૂત્ર પોરિસી કરે, પછી ‘બહુડિપુન્ના' નો આદેશ માંગી પાત્રનું પ્રતિલેખન કરી પુનઃ અર્થ પોરિસી કરે. આ પદ્ધતિ આજે લુપ્ત થઈ ગઈ છે. માટે પડિલેહણ પછી પ્રતીક તરીકે ધમ્મોમંગલ...ની પાંચ ગાથાનો સ્વાધ્યાય ફરજિયાત છે.
વાચના-૧૪
ત્રીજા પ્રહરે ગોચરી જાય. ગોચરી શા માટે ? મુàિોપારાય' ગોચરી ગૃહસ્થના લાભ માટે જવાનું છે. સાધુ ગોચરી મળે તો સંયમવૃદ્ધિ, અને ન મળે તો તપોવૃદ્ધિ માને. સાધુ શુદ્ધ ગોચરીની ગવેષણા કરે, પણ રસનેન્દ્રિયના પોષણ માટે ફરાય નહીં. ગોચરી ન મળવાથી ભૂખ્યા રહીએ, પણ ગોચરી આધાકર્મી મળે છે, માટે કદી ભૂખ્યા રહ્યા ? ના; ઢંઢણમુનિને શુદ્ધગોચરી ન હોતી મળતી, માટે પાછા ફરતા. આપણને કદી આવી સ્પર્શના કેમ નથી થતી ? માર્ગ જાણતા જ નથી કે ઉપેક્ષા સેવાય છે ? પોતાની જાતે વિચારણા કરવાની છે. પહેલાંના મુનિભગવંતો કદાચ અશુદ્ધ ગોચરી મળે તો, પાછા આવે અને તપોવૃદ્ધિ કરે. પણ આપણે તો પચ્ચક્ખાણ પારીને જ ગોચરી જઈએ પછી તપોવૃદ્ધિ ક્યાં રહી ? કેમકે ‘આપણને તો પાત્રા ભરીને ગોચરી મળવાની જ છે.'' એ ખાતરી છે !!!
દોષ રહિતની ગોચરી તે લબ્ધિ.
સારી ગોચરી મળવી તે લબ્ધિ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
૯૬
www.jainelibrary.org