________________
એદંપર્યાયાર્થ જાણીએ તો જ એ જ્ઞાન ઉપાદેય-આદરણીય બને.
કોઇપણ સાધન-ઉપકરણ આદરણીય ક્યારે બને ?
તે ઉપકરણ નિર્જરાનું સાધન બને, તો જ તે ઉપકરણ બની આદરણીય ગણાય. અન્યથા એ ઉપકરણ ન બનતાં અધિકરણ બને. શાસનની બધી જ ક્રિયાનિર્જરા માટે જ છે; આશ્રવ માટે નહીં.
નરકાદિ તે દ્રવ્યથી અધિકરણ છે, પણ ભાવ આશ્રવનો ધોધ તે ભાવ અધિકરણ છે. આશ્રવ રોકવાનો છે નિર્જરા કરવાની છે. આજ્ઞાની સાપેક્ષતા હોય, તો જ આશ્રય રોકી નિર્જરા થાય.
આજ્ઞાની, નિશ્રાની બેદરકારી થાય તો તે મહામોહનીય કર્મ બંધાવે. આજ્ઞાની નિશ્રાની વફાદારી નિર્જરા કરાવે. કાંમળી શા માટે ?
તમસ્કાયની વિરાધનાથી બચવા માટે કાંમળીનો ઉપયોગ છે. તમસ્કાયના જીવોને બચાવવાનું ઔદંપર્યાય હૈયે હોય તો કામળી કેવી સાચી રીતે ઓઢાય ? ઉપયોગ કેવો રહે ? અતિચાર બોલતાં વાધારી ફુસણા હુઆ' ત્યાં બોલતાં અટકાય નહીં પણ “વાઘારી ફુસણા હુવા વિહરવા ગયા એનો અતિચાર છે. આખું વાક્ય સાથે જ બોલવુ.
જંબુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિ સમુદ્ર, પુષ્કરવર દ્વીપાદિ પછી અરુણવર નામનો સમુદ્ર છે. ત્યાં અપકાયના જીવોનો સમૂહ ઉછળે છે. તેના અંધકાર જેવા શ્યામ પુદ્ગલો છે. અને એનો સમૂહ છે. માટે એનું નામ તમસ્કાય છે. સમુદ્રમાંથી એ ફુવારો ભીંતના આકારે ઊંચે જાય છે. સનસ્કુમાર, માહેન્દ્ર વગેરે દેવલોકથી ઉપર બ્રહ્મદેવ લોકને સ્પર્શે છે, ત્યાં સુધી સીધો ઉછળે છે. ત્યાં ગાઢ અંધકાર છે, એથી વિષય કષાયમાં ઝઘડી રહેલા દેવો તે અંધકારમાં સંતાઈ જાય (અવધિજ્ઞાન ઝાંખુ થઇ જાય માટે એને જોઈ ન શકાય) ત્યાંથી અષ્કાયના જીવો નીચે પડે છે. તેની વિરાધનાથી બચવા કાંમળી ઓઢવાની છે. કાંમળી ગરમ હોવાના કારણે એ જીવોને થોડી રાહત રહે પણ કપડા વિના કાંમળી ઓઢવાથી આયંબિલનું પ્રાયશ્ચિત્ત છે. સામાન્ય વરસાદમાં ગ્લાન માટે-ગોચરી અથવા ઠલ્લે જવાની છૂટ છે. એના કરતાં = (વરસાદ કરતાં) તમસ્કાયમાં વિરાધના વધુ છે.
વાચના-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org