________________
ઢંઢણમુનિ અન્ય સાધુ સાથે ગોચરી જાય તો શુદ્ધ મળે, અન્યથા ન મળે. બીજાની સાથે જઈ તેઓ શુદ્ધ ગોચરી મેળવી શકતા હતા, પરંતુ તેઓને કર્મની સત્તા ખૂંચતી હતી. આથી તેને તોડવા પુરુષાર્થ આદર્યો હતો.
સાધુ ગોચરીથી આવીને ૫૦૦નો ૪૯૯ ગાયાનો ૪૯૮ ગાથાનો સ્વાધ્યાય કરે. આજે જિતકલ્પ મુજબ ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરે.
તે સ્વાધ્યાયમાં `તૃપ્તિ મે ઝઝૂં’ આ અનાચીર્ણ છે. એમ મનને ભાવિત કર્યા પછી ગોચરી વાપરે.
મોહનીયનું ઝેર ન ચઢે તે માટે આ દવા પૂર્વથી આપે, જેમ ડાયાબિટીસવાળો ઇન્જેકશન લીધા પછી ખાંડ વાપરે, તો વાંધો ન આવે. તેમ આ ગાથાને પરિભાવિત કરી પછી જ ગોચરી વાપરે, તેથી મોહનીયના ઉછાળા ન આવે.
ત્રીજો પ્રહર આહાર-વિહાર-નિહાર માટે છે. તો પણ તે સમયે સ્વાધ્યાય કરવાનું કહ્યું છે. સાધુજીવનમાં સ્વાધ્યાય એ જ મુખ્ય છે.
પ્રશ્ન : ઉપવાસની આલોચના ક્યા સ્વાધ્યાયથી વળે ?
ઉત્તર ઃ ઇરિયાવહિયાપૂર્વક સ્વાધ્યાય કરે, તેમાં પણ ૫૦૦ ગાથા ઓછામાં ઓછી ગણે, વચ્ચે વાત ન કરે, તે જ સ્વાધ્યાય પ્રાયશ્ચિત્તમાં વળે. વળી દશ પૂર્વધારી ભગવંતોના જે ગ્રંથો હોય, તે ગ્રંથોનો સ્વાધ્યાય પ્રાયશ્ચિતમાં વળી શકે.
પક્ષી, ચોમાસી, સંવત્સરી વગેરે પ્રતિક્રમણની આલોચના વાળવામાં પૂર્વધર મહાપુરુષોની રચના અને અર્ધમાગધી ભાષામાં હોય, તે જ સૂત્રો ખપી શકે.
પૂર્વાચાર્ય ભગવંત કદી નવી રચના ન કરે, સંકલના ક૨ે. તેઓ ભવભીરૂ હતા કે ‘હું તુચ્છ બુદ્ધિવાળો છું. ગ્રંથો રચું કેમ ?' મોટા ભાગે આગમોમાંથી ગાથાઓ ઉદ્વરિત કરી છે. જીવાભિગમ વગેરેની ગાથાઓ જીવવિચારમાં છે. નવતત્ત્વ દેવગુપ્તચાર્ય ભગવંતે ‘પક્ષવણા આગમ'માંથી ઉષ્કૃત કર્યું છે. આથી *ગૃહસ્થ બોલ (થોકડા) જ બોલી શકે. ૧૪મી સદીના બોલની પ્રત આજે પણ મળે છે.
* આ આપણી પ્રાચીન પરંપરાનો ઉલ્લેખ પૂ. ગુરુદેવશ્રીએ જાણકારી માટે કર્યો છે. અનુમાન છે કે...સ્થાનકવાસીમાં આગમોના પદાર્થો થોકડાઓમાં સંગ્રહિત છે. એ થોકડાઓ આપણા જ પૂર્વજોએ બનાવેલા હોવા જોઇએ. કેમકે સ્થાનકવાસી મત ચાલુ થયો તે સમયે આગમના કે સંસ્કૃતના ઊંડા અભ્યાસી તેઓમાં ન હતા તેથી તેઓએ આપણી પાસેથી થોકડા લીધા હોય તેવું અનુમાન છે. જે થોકડા=બોલનો શ્રાવકો અભ્યાસ કરતા હશે. -સંપાદક
વાચના-૧૪
Jain Education International
For Private & Personal Use Only
લા
www.jainelibrary.org