________________
જીવતા માણસને પકડીને કોઈ જુલમી રાજા હાથ-પગ કાપે અને જે વેદના થાય તેના કરતાં અનંતગુણી વેદના પૃથ્વીકાયને અને તેનાથી અનંતગુણી વેદના અકાયને થાય એમ “શ્રી આચારાંગ” સૂત્રમાં વર્ણન છે.
સામાન્ય દોષની આલોચના લઈએ પણ ષકાયની વિરાધનાની કેટલી ઉપેક્ષા થાય છે ? નિશીથસૂત્ર'ની પીઠિકામાં છે કે કામળીના કાળમાં સાધુને બહાર જવાય જ નહીં. જિનકલ્પી છ/સાત પ્રહર એક સરખા કાઉસગ્નમાં રહે. એમનો એ ઉત્સર્ગમાર્ગ છે. વિકલ્પીનો ઉત્સર્ગમાર્ગ શું? તે સમજ્યા વિના સાંજે સૂર્યાસ્ત પછી સાધુ-સાધ્વી ફરે...! દેરાસર, ઠલ્લે જાય, તેમાં તો...તમસ્કાય જેટલી વિરાધના તેઉકાયની પણ છે.
તમસ્કાયમાં બહાર નીકળવાથી પ્રાયશ્ચિત્ત આવે. પૂર્વે તો ત્રીજા પ્રહરે વિહાર કરતા હતા. વળી ગ્રામાનુગ્રામ વિહાર કરતા. આપણી જેમ (તીરની જેમ) નહીં.
ગામેગામ ધર્મની સમજણ, કુસંપની નિવૃત્તિ, પાઠશાળાની સ્થાપના, દર્શનપૂજન, આયંબિલ ખાતાની સ્થાપના વગેરે ઉપદેશ માટે સાધુનો વિહાર છે.
વિહાર એટલે ? વિહાર' શબ્દમાં વિ ઉપસર્ગ + હર ધાતુ છે. વિ = વિશેષ દર = હરણ કરવું, દૂર કરવું.
વિશેષ કરીને ગૃહસ્થના અંધકારને હરી લેવો તે વિહાર. આજના વિહાર કેવા વિકૃત છે ? ગાયકવાડમાં જેમ ઘોડેસવાર ટેકસ માગી લે અને રવાના થાય તેમ આપણે યે ગોચરી ટેક્સ' લઇ રવાના થઈએ. ઠીક છે, ભક્તિવંત શ્રાવક આજે ક ભક્તિ કરે છે પણ તે દહાડે શું થશે ? તેમની ભક્તિ કેવી રીતે ટકશે ? તેનો વિચાર કોણ કરે છે ? આજ્ઞાની વફાદારી આવે તો સામાચારી પાલનમાં સહજતા આવે અને સમસ્યાઓ ઘટે.
એદંપર્યાય જેનાથી આશ્રવનાં દ્વારો અટકે છે. આ ઔદંપર્યાય અર્થ મેળવવા માટે શાસ્ત્રોને ગુરુગમથી સમજવાના છે, સ્વયં નહીં અન્યથા પરિણામ એ આવે કે જે 'નિશીથ સૂત્રમાં કામળીકાળ વખતે બહાર જવાના જે નિષેધ છે. અને આજે સૂર્યાસ્ત પછી બહાર ફરે છે.
વાચના-૧૪
૧૦૦ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org