________________
સ્વાધ્યાયનું જોડાણ આત્મા સાથે છે. સ્વ = આત્મા. ઝઘ = તરફ, અંદર. અર્થાતુ-આત્માની અંદર જવાના લક્ષપૂર્વક સ્વાધ્યાય થાય તો તે સ્વાધ્યાય છે.
વૈરાગ્યની ભૂમિકાને કેળવવા માટે સ્વાધ્યાય ખૂબ જ જરૂરી છે. આજે જે ક્લેશ થાય છે એ જો સ્વાધ્યાય ન હોય તો જ થાય. ઉશ્કેરાટ ન થાય તે માટે પ.પૂ. શ્રી હરિભદ્રસૂરિ મ., શ્રી આનંદઘનજી મ., પૂ. યશોવિજયજી મ., પૂ. વિનયવિજયજી મ. આદિના અધ્યાત્મ વૈરાગ્ય પોષક ગ્રંથોનો સ્વાધ્યાય કરવો.
*ધોબી અને સાધુનું દૃષ્ટાંત નાનું છે, છતાં તેનો ભાવ ગંભીર છે. તે દૃષ્ટાંત સાધુની ભૂમિકાને કેવી સ્પષ્ટ કરે છે ? “સહન કરે તે સાધુ', ક્ષમા શ્રમણ એટલે જ સાધુ ! આમાં મધ્યમ પદ લોપી સમાસ છે ક્ષમાપ્રધાન: શ્રમUT: ૫: સ ક્ષમાશ્રમ : | ક્ષમા જ જેને પ્રધાન મુખ્ય છે. તે ક્ષમાપ્રધાન અર્થાત્ શ્રમણ સાધુ કહેવાય. દશ પ્રકારના ધર્મની શિલા ક્ષમા છે માટે જ દશ યતિધર્મમાં તેને પ્રથમ સ્થાન છે. ક્ષમા, નમ્રતા વગેરેની કેળવણી સ્વાધ્યાયથી થાય છે.
સ્વાધ્યાય એટલે સાધુજીવનનો આધારસ્તંભ-પાયો. દરેક મણકામાં જેમ દોરો હોય, તેમ દરેક ક્રિયામાં સ્વાધ્યાય જોઈએ જ. પ્રતિક્રમણ, પડિલેહણ, ગોચરી વગેરેમાં સ્વાધ્યાય ખાસ છે.
પડિલેહણમાં જીવદયા સાથે આત્મ નિરીક્ષણ છે. આત્માની અંદર જવા સ્વાધ્યાય ખાસ જરૂરી છે સાધુપણાનું લક્ષ્ય શું ? આત્માની અંદર જવાનો પ્રયત્ન ! પુદ્ગલભાવનું કેન્દ્ર છોડી આત્મભાવના કેન્દ્રમાં જવાનો પ્રયત્ન તે જ સાધુજીવન. * એક સાધક મહાત્માને દેવ રોજ વંદન કરી કામ પૂછવા આવે. એકવાર નદી કીનારે ધોબી સાથે કાંઇ પ્રસંગ બનતાં બોલાબોલી થઇ, તેમાંથી ધોબી અને સાધુ બન્ને ગુસ્સા-આવેશમાં આવી મારા મારી કરવા લાગ્યા. ધોબીનું ખડતલ શરીર, મહાત્માનું શું ચાલે ? મહાત્માના મનમાં “દેવને આવવાનો સમય થયો છે હમણાં આવશે અને મારો પક્ષ લઇ ધોબીને ધોઈ નાખશે.” પણ; દેવ દેખાયોય નહીં. મહાત્માજી માર ખાઇને પોતાને સ્થાને પહોંચ્યા અને દેવ આવ્યો, રોજ પ્રમાણે કામકાજ પૂછયું. મહાત્માએ તાડૂકીને કહ્યું... “નદી કીનારે ધોબી મારતો હતો ત્યારે તું ન આવ્યો અને હવે કામ પૂછે છે ?” દેવે જવાબ આપ્યો ! “હું ત્યાં હાજર જ હતો, ક્રોધ ચંડાલેનો બંન્નેમાં પ્રવેશ કર્યો હોવાથી વૃત્તિ અને પ્રવૃત્તિથી કોણ ધોબી અને કોણ મહાત્મા તે ઓળખી શક્યો જ નહીં માટે અહીં બીજી વખત આવ્યો.
વાચના-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org