________________
વચનોનું રટણ કરવું.
વ્યાકરણ, સાહિત્ય, ન્યાય કરતાં આમાં ગતિ કરવી. આમાં સીધી આત્મસ્પર્શના થાય છે. અધ્યાત્મસાર, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, જ્ઞાનસાર વિગેરે ગ્રંથોના સ્વાધ્યાયથી વૈરાગ્યનાં મૂળ સિંચાય છે.
કોઈ ભવ એવો નથી કે જ્યાં વિષય-કષાયનાં મૂળ સિચ્ય ન હોય. આથી તે સંસ્કારોનું પોષણ ક્ષણે-ક્ષણે થાય છે.
પણ શાસનની આરાધનાનો પ્રભાવ એવો છે કે, અનાદિકાલથી પોષાતા બધા સંસ્કારોની-કર્મોનો અંતર્મુહૂર્ત માત્રમાં નાશ કરી નાખે છે. પરંતુ તે માટેની ભૂમિકા તૈયાર કરવી પડે. તે ભૂમિકા આજ્ઞાપાલન-વૈરાગ્યભાવનાના સ્વાધ્યાયથી થાય. શાસનની કોઈપણ આરાધના આજ્ઞાના ઉપયોગ પૂર્વક થાય તો અસંખ્ય ભવનું બાંધેલું મોહનીય મોળું પડી જાય. તેમાં ય સ્વાધ્યાયનું મહત્ત્વ વિશિષ્ટ છે. સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું કે આ રટન થતા માત્ર શબ્દો નથી. તેમાં કેવા કેવા ભાવો ગર્ભિત રીતે રહેલા છે ? શબ્દોની રચના કરનાર કોણ છે ?
‘સવિ જીવ કરું શાસનરસી...'ની ભાવનાના કારણે જિનનામકર્મ બાંધ્યું અને રસોઇયે ઉદય થતાં એમણે (પરમાત્માએ) શાસનની સ્થાપના કરી, અને ત્રિપદી આપી; તે દ્વારા ગણધર ભગવંતે દ્વાદશાંગીની રચના કરી. આ પ્રક્રિયાથી સૂત્રોની રચના થઇ છે. શબ્દો ભલે સામાન્ય લાગે છે; પણ કઈ પ્રક્રિયામાંથી પસાર થયેલ છે તે મહત્ત્વનું છે. ધાતુ એક જ હોય, પણ અલગ-અલગ બીબામાં ઢાળી હોય-અલગ અલગ પ્રક્રિયા તેની ઉપર થયેલી હોય તો તે અલગ અલગ પરિણામ આપે છે. પરમાત્માના માધ્યમ ગણધર ભગવંતે રચેલા સૂત્રો છે. ક્ષાયિક અને તીવ્ર ક્ષાયોશિમિક ભાવમાંથી સૂત્રોની રચના થયેલી છે. તેની સ્પર્શના માત્રથી આપણા મોહના ચૂરેચૂરા થઈ જાય.
મોહને તોડનાર અને વૈરાગ્યને ટકાવી રાખનાર સ્વાધ્યાય આજે ગૌણ થતો જાય છે. તે તરફ લક્ષ્ય નથી. પ્રતિક્રમણ દિવસમાં બે વાર જ કરવાનું છે, જ્યારે સ્વાધ્યાય સતત કરવાનો છે, છતાં પ્રતિક્રમણની જેમ સ્વાધ્યાય ન થાય તો દુ:ખ થાય એવો ભાવ સ્પર્શતો નથી. સ્વાધ્યાય ખૂબ જ આવશ્યક છે. ગોખેલાં સૂત્રો ભૂલી ન જવાય તે માટે પરાવર્તન થાય તે સ્વાધ્યાય ન કહેવાય.
કોઈ પૂછશે અને નહીં આવડે તો !” આ લક્ષથી પરાવર્તન કરવાથી લાખના હાથીને દમડાથી વેચવા જેવું છે.
વાચના-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org