________________
પ્રહરે બધા સાધુ જાગે. ત્રીજા પ્રહરે આચાર્ય ભગવંત શાસનરક્ષા માટે સૂરિમંત્રનો જાપ વિગેરે કરે. અધિષ્ઠાયક દેવાદિની સાધના કરે. ચોથા પ્રહરે સર્વ સાધુઓએ જાગવાનું છે. પ્રમાદરહિત સ્વાધ્યાય કરવાનો છે આગમમાં પણ ચોથા પ્રહરે નિદ્રા ત્યાગના અધિકારમાં જણાવ્યું છે કે “ચોથા પ્રહરે બાલ, વૃધ્ધ વગેરે બધા સાધુ જાગીને પંચપરમેષ્ઠિ નવકારમંત્ર સતવારી૩ ૭/૮ વાર ગણે પછી ઇરિયાવહિયા કરી નિદ્રાપ્રમાદાદિ રહિત મુનિ કુસુમિણ દુસુમિણને નિવારવા ઉપયોગપૂર્વક કાઉસગ્ગ કરે.”
કુવપ્ન કે દુ:સ્વપ્ન ન આવ્યું હોય તો પણ નિદ્રામાં પ્રાણીવધ, જીવ વિરાધના વગેરે થયું હોય તેના પ્રાયશ્ચિત્ત રૂપે ચાર લોગસ્સનો કાઉસગ્ન કરવાનો જ છે. એ વાત આગળ વિચારી ગયા છીએ. અહીં ઊઠીને ૭૮ નવકાર ગણવાનું જણાવે છે. ૭ ભયોને ટાળવા ૭ નવકાર એ વાત ગૌણ ભાવે લેવી. મોહનીય કર્મના ૭ ભેદ છે. તેમાં ૩ દર્શન મોહનીય અને ૪ ચારિત્ર મોહનીય મળી કુલ ૭ ભેદ થાય. આ મોહનીય કર્મને દૂર કરવા આખો દિવસ પરમાત્માની આજ્ઞા અને સામાચારીપૂર્વક પૂર્ણ થાય, તે લક્ષ રાખવાનું છે. આઠ નવકાર આઠ કર્મને દૂર કરવા ગણવા. કાઉસગ્ન પછી '| નમ મુનિનમંસ પુવંતત્તો સાચ’ જિનેશ્વર પરમાત્માને જગચિંતામણિ ના ચૈત્યવંદન દ્વારા નમસ્કાર-વંદના કરી, ગુરુવંદન કરે.
ગુરુવંદનમાં જે અરિહંત, સિદ્ધ ભગવંતને નમસ્કાર છે, તે મુનિ સ્વરૂપે છે. તેઓ પણ પૂર્વે પ્રમાદનો પરિહાર કરી સ્વાધ્યાય કરનાર હતા. એ રૂપે એમને વંદન છે.
મુનિચંદનમાં અરિહંતાદિ ચારને વંદના કરી સ્વાધ્યાયમાં લીન બને. શરદઋતુમાં જેમ પાણી નિર્મળ બને તેમ ચોથા પ્રહરે યોગો સહજ નિર્મળ હોવાથી એમાં કરેલો સ્વાધ્યાય વધુ અસરકારક બને.
સ્વાધ્યાય એટલે ?
જેનાથી આત્માની અંદર જવાય તે સ્વાધ્યાય આ સ્વાધ્યાય. પાંચ પ્રકારના છે. તેમાં વાંચનાદિ ચાર પ્રકારનો સ્વાધ્યાય પૂર્ણ થાય પણ અનુપ્રેક્ષા ક્યારે ય પૂર્ણ ન થાય. રવઈયો મુળ વેડૂ સાથે એમ પંચ વસ્તુમાં કહ્યું છે. અર્થાત્ નિવૃત્ત મુનિ સ્વાધ્યાય કરે.
આજ્ઞા-સામાચારીનું પાલન અને આવશ્યક ક્રિયાઓ કરતાં બાકી જે સમય રહે તે વાતોના ગપાટામાં પૂરો કરવાનો નથી. સતત સ્વાધ્યાય કરવાનો છે. સ્વાધ્યાયનું મહત્ત્વ શું ? સ્વાધ્યાય કેવી રીતે કરવો ? અભિગ્રહો, નિયમોનું ચિંતન વગેરે અગ્રે વર્તમાન.
વાચના-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org