________________
CHRIGI-93
મ્મસવિપ્નમવું...°ll
પૂ. આચાર્ય શ્રી ભાવદેવસૂરિ મ.એ અનેક શાસ્ત્ર ગ્રંથોનું દોહન કરી ‘યતિદિન -ચર્ચા' ગ્રંથ બનાવ્યો છે. તેમાં સવારે ઊઠી સાધુ સ્વાધ્યાય કરે એ વાત જણાવે છે. સ્વાધ્યાયથી આત્મા શુદ્ધ બને છે-નિર્મળ થાય છે. અર્થાત્ જાણતા ન હોઈએ તો પણ આજ્ઞાપાલનનું લક્ષ્ય અને એકાગ્રતાથી થતા સ્વાધ્યાયમાં કર્મમલને દૂ૨ ક૨વાની શક્તિ છે.
અમુક પુદ્ગલથી બનેલ ઓઘો યા સાવરણી જેમ રજને-ધૂળને દૂર કરે છે તેમ અમુક શબ્દોની રચના ઝેરને દૂર કરે છે; આ નિયમ પ્રમાણે સ્વાધ્યાયથી મોહનીય કર્મ રૂપી ઝેર દૂર થાય છે. ગણધર ભગવંતના શબ્દોમાં પણ આ તાકાત છે. નિર્મોહી અવસ્થા, વિશેષ ક્ષયોપશમિકભાવ અને ગણધર નામકર્મ ઉદયથી આ સૂત્રોની રચના કરી છે. તેની ઉપર પ્રભુએ સહીસિક્કા કર્યા છે. તેના બોલવાથી મોહનું ઝે૨ દૂર થાય છે. ગમે તે આરામાં, ગમે તે કાળમાં મોહનું ઝે૨ દૂ૨ ક૨વાની તાકાત સૂત્રોમાં છે. પણ તે સૂત્રો પદ્ધતિ પૂર્વક બોલવાં જોઇએ.
રોગમાં બામ વગેરે લેવો તે માને છોડીને માસીને વળગવા જેવું છે. અશાતા વેદનીય ત્યારે જ દૂર થાય કે જ્યારે મોહનીય દૂર થાય.
મોહનીય ક્યારે દૂર થાય ?
ગણધરકૃત સૂત્રનો જાપ પદ્ધતિ પૂર્વક કરવામાં આવે તો મોહનીય દૂર થાય. આ અતિશયોક્તિ નથી; સ્વરૂપોક્તિ છે. આપણે સ્વરૂપોક્તિને અતિશયોક્તિમાં ઘટાવીએ છીએ.
ગણધર ભગવંતનાં સૂત્રો પદ્ધતિપૂર્વક, સામાચારી પૂર્વક બોલાય તો મોહનીયનું ઝેર દૂર થાય જ. આજે પણ આ તાકાત છે.
વાચના-૧૩
Jain Education International
For Private & Personal Use Only
૮૯
www.jainelibrary.org