________________
દ્રવ્ય-ભાવથી કુવપ્નાદિ આવે, તેમાં શરીરની ખામી છે. એ પણ એક કારણ છે. આંતરડામાં ગરબડ છે, માટે ખરાબ સ્વપ્ન આવે છે. જો કે ખરાબ સ્વપ્ન શરીર અને મનની વિકૃતિથી આવે છે. ખરાબ સ્વપ્ન આવે તો પ્રથમથી સાવચેત થઈ જ્ઞાનસ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય. શરીરની વિકૃતિ ઉણોદરી દ્વારા, અને મનની વિકૃતિ સ્વાધ્યાયાદિ દ્વારા દૂર કરે. છતાં ય કુસ્વપ્નાદિ આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરે. કાયોત્સર્ગાદિનું વિધાન
કરે..
દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત છે. તે કાયોત્સર્ગ ઇરિયાવહિયા કરીને કરે. કેમકે સર્વ અનુષ્ઠાન ક્રિયા ઇર્યાવહિયા કરીને કરવાનું જણાવ્યું છે. "इरियावहियाए अपडिक्कंताए न किंचि कप्पइ चिइयवंदण सज्झाय आवस्सयाइ ld’’=ઈર્યાવહિયા કર્યા વિના ચૈત્યવંદન, કાઉસગ્ગ, સ્વાધ્યાય વગેરે કાંઈ જ ન ખપે. આથી ઇરિયાવહિયા કરી, ખમાસમણ દઈ, કાઉસગ્ગાદિનો આદેશ માંગવો. આદેશ માંગતાં બોલવામાં ધ્યાન રાખવું કેમકે આપણ ઘણીવાર અપભ્રંશ ભાષામાં શાસ્ત્રના સાચા અર્થને ખાંડી નાખીએ છીએ. હવ'ના બોલાય પણ મોડીવણી' બોલાય.
'વ” ઉપસર્ગ છે. એથી નવ=નીચે, ઘર્ ધાતુ છે. ઘણ્ = બનવું, થવું.
નીચે બનાવવા અર્થાત્ ઘટાવા માટે અવઘટન કરવા માટે કાઉસગ્ગ છે. કુસ્વપ્ન-દુસ્વપ્નથી જે કર્મ બાંધ્યાં છે તેને ઘટાડવા માટે આ કાઉસગ્ગ છે. સવ' ઉપસર્ગનું મો’ અને ઘ’ ધાતુનું... હું રૂપાંતર પ્રાકૃતમાં થાય. વળી સ્વાર્થ પ્રત્યય આર્ષ પ્રયોગમાં થાય, આથી છીછરેT૦ સુમા કુસુમિUT મોડીવળિયે રાફય પર્યાછિત-વિસોત્યે વડસ્મા વરું ?’ એમ આદેશ લેવાય.
કાઉસગ્નમાં શું કરવાનું ?
શ્વાસોચ્છવાસ ગણતાં બેસી રહેવાનું નથી. કેમકે...પ્રયત્ન પૂર્વક મનને ધર્મધ્યાનમાં જોડવામાં ન આવે તો સહજ રીતે આર્તધ્યાનમાં મન પ્રવૃત્ત થઇ જાય...ધરમ કરવા જતાં ધાડ પડે. નફાના બદલે નુકશાન થાય...આમ ન થાય માટે...ધર્મધ્યાનના પદાર્થોના ચિંતન માધ્યમે મનને શુભધ્યાનમાં સ્થિર રાખવાનું છે. અહીં મર્યાદા નિયત કરેલી છે. "વતુર્વિશતિ રૂંવ તુષ ચિન્તન” તેટલો સમય ચતુર્વિશતિ સ્તવ = લોગસ્સ સૂત્રનું ચાર વાર ચિંતન કરવાનું છે.
વાચના-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org