________________
મોહનીયનો ક્ષયોપશમ છે, માટે હજી શ્રવણ રૂચિ જરુરી છે.
આપણા જીવનમાં આજ્ઞાની પ્રધાનતા છે કે મનની પ્રધાનતા એ વિચારો. કર્મની ગાડી મન પર ચાલે. ધર્મની ગાડી આજ્ઞા પર ચાલે. કર્મની ગાડીનો ડ્રાઇવર મન છે. ધર્મની ગાડીનો ડ્રાઇવર આજ્ઞા છે. ધર્મરાજાની ભાઈબંધી કેળવવા સંયમ લીધો છે.
અમુક પાપોના પ્રાયશ્ચિત્તમાં કાઉસગ્ગ આવે. અમુક કાઉસગ્ગથી અમુક પાપો ક્ષય પામે. આ કાઉસગ્ગ એ પ્રાયશ્ચિત્ત છે. એથી વધુ પાપ માટે તપ છે.
ઓહડાવણાર્થ એટલે શું? અહીં નવ + ધ ધાતુ છે. નવ ઉપસર્ગ; નીચે અર્થમાં છે.
ઘટ્ર ધાતુ; = બનવું, નીચે બનવું અર્થાત્ ઘટવું અર્થમાં છે. કુસુમિણ દુસુમિણથી જે પાપ છે, તેને ઘટાડવા માટે આ કાઉસગ્ગ છે.
કુસ્વપ્ન-દુસ્વપ્ન આવવામાં આહારની અવ્યવસ્થા પણ કારણભૂત બની શકે છે. અમુક કડાવિગઈના આહારથી ગેસ, ઉધરસ થાય છે. જે આહાર પાચન થઈ આંતરડામાં જ્યાં જોઈએ ત્યાં ન જતાં ઊર્ધ્વ બની શ્વાસનાડીમાં આવે. પરિણામે ઉધરસ થાય=ઊર્ધરસ તેનું અપભ્રંશ “ઉધરસ' થાય. ખાધેલો આહાર પચી જાય તેમ એકાસણ કરે. આહારમાં ત્રણ કલાક સુધી રસો ભેળવી પચાવવાનું કામ હોજરી કરે છે. એથી વધુ લીધેલો આહાર શરીરમાં વિકૃતિ ઊભી કરે. હોજરીમાં પચ્યા વગરનો કાચો મળ બહાર ફેંકે તે આંતરડા વગેરેમાં ચોંટી જાય, સડે, વાયુ વગેરે કરે-જે કુસ્વપ્ન-દુસ્વપ્નનું કારણ પણ બને. આથી ઉણોદરી રહેવું. ઉણોદરી કરવાથી ખાવાની લાલસા ઘટે. તપની આરાધના થાય. પાચન ક્રિયા બરાબર થવાથી આંતરડામાં મળ ન ચોંટે-રોગ ન થાય, તથા કુસુમિણ-દુસુમિણ વગેરે દોષો પણ ન લાગે.
એકાદશી' એ દ્વાદશીની દાદી છે આ અન્ય દર્શનના સૂત્રની જેમ આપણે ય વધુ આહાર વાપરીએ, તો ઉણોદરી ક્યાંથી રહે ! આ વિકૃતિ છે.
દ
,
એકાદ 9ી છે ,
વાચના-૧૨
વાચનાર
.
-
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org